(કાર્તિક બાવીશી ) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી કોહલીજીના જન્મદિન અવસરે રાજભવન જઇને રાજ્યપાલને જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યપાલના જન્મદિવસની ઉજવણી રૂપે રાજભવનમાં યોજાયેલી રક્તદાન શિબિરની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યપાલ સાથે મુલાકાત લીધી હતી. રાજ્યપાલના જન્મ દિવસે દર વર્ષે આ રક્તદાન શિબિરનું આયોજન રાજભવન ખાતે કરાય છે.
Advertisement