મુખ્યમંત્રીએ રાજ્યના પશુધન પ્રત્યે સંવેદના દાખવતાં મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો
Advertisement
(કાર્તિક બાવીશી )મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કર્યું છે કે રાજ્યના જે 44 તાલુકાઓ માં 125 મી.મીથી ઓછો વરસાદ થયો છે તેવા જિલ્લામાં ગૌશાળા પાંજરા પોળના પશુઓ માટે તે તાલુકાઓમાં125 મી મી વરસાદ થાય ત્યાં સુધી અથવા અન્ય નિર્ણય થતા સુધી 2 રૂપિયે કિલો ના રાહત દરે ઘાસ નું વિતરણ ચાલુ રાખવામાં આવશે. આ રાહત દરે ઘાસ વિતરણ ની મુદત 31 જુલાઈ ના પૂર્ણ થતી હતી પરંતુ વિજયભાઈ રૂપાણી એ અબોલ પશુ જીવો પ્રત્યે સંવેદનશીલ ભાવ થી ઘાસ ના રાહત દરે વિતરણ ની મુદત વધારવા નો આ મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે.