(કાર્તિક બાવીશી ,તસવીર કેયૂર મિસ્ત્રી )કપરાડા તાલુકાના સુખાલા ગામે પટેલ ફળીયા નહેર પર ઉપર થી પસાર થતી ઇલેક્ટ્રિક વીજ લાઇન ઉપર થી ઉડી ને નહેર ક્રોસ કરી રહેલા એક મોર વીજતાર માં અથડાતા થયેલ ધડાકા બાદ મોર નીચે પટકાયો હતો અને તેનું મોત થયુ હતું કપરાડા તાલુકાના સુખાલા ગામે પટેલ ફળીયા માં થી પસાર થતી નહેર ઉપર વીજ લાઇન ઉપર થી ઊડતી વેળા એ એક મોર ને બંને તાર માં અડી જતા પ્રચંડ ધડાકો થયો હતો જેને આસપાસ ના લોકો એ સાંભળ્યો હતો તો ધડાકો થતા ફળીયાની લાઈટ પણ ડુલ થઈ ગઈ હતી ઘટના અંગે નહેર ની બાજુ માંથી પસાર થતા રોડ ઉપર થી જનારા સ્થાનિકો એ રાષ્ટ્રીય પક્ષી મોર ના પડેલા મૃત દેહને જોતા સરપંચ ને જાણકારી આપ્યા બાદ માજી સરપંચ રાયચંદ ભાઈ ગાંવીતએ ફોરેસ્ટ વિભાગ નાનાપોઢા ને જાણકારી આપતા જંગલ ખાતા ના આધિકારી ની ટિમ સ્થળ ઉપર પોહચી ને મોર નું નિરીક્ષણ કર્યા બાદ કરંટ લાગતા જ તેનું મોત થયુ હોવાની વાત ને પુષ્ટિ આપી હતી અને મૃત મોર નો કબજો મેળવ્યો હતો અને સન્માન પૂર્વક તેને લઈ જવામાં આવ્યો હતો
નોંધનીય છે કે દર વર્ષે કપરાડા વિસ્તાર માં વીજ કરંટ ને કારણે પશુ પક્ષીઓના મોત ની ઘટના ઓ બનતી રહે છે ત્યારે વીજ કંપની દ્વારા પણ કેટલાક પગલાં તકેદારી રૂપે લેવા જોઈએ
કાપરડા તાલુકાના સુખાલા ગામે રાષ્ટ્રીય પક્ષીમોર નું કરંટ લાગતા મોત
Advertisement