Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડની બાળકીને ઓરી-રુબેલા ની રશી આપ્યા બાદ જીવ ગુમાવતા પરિવારમાં રોષ

Share

(કાર્તિક બાવીશી )વલસાડ ના નંદાવલા ગામની 4 વર્ષની બાળકી વાંશિકા મિતેશભાઈ નાયકા ને. ગત તારીખ 02/08/2018 નારોજ વલસાડ આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ એ આંગણવાડી માં ઓરી – રુબેલા ની રસી આપ્યા બાદ આ માસૂમ બાળકીને તાવ આવ્યો હતો. જેના માટે આરોગ્ય વિભાગ દ્વારા તે સમયે તાવ ઉતારવા માટે દવા આપવા મા આવી હતી તેમ છતાં તાવ ન ઉતરતા ગતરોજ તેને વલસાડ ની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લાવી રહિયા હતા તે દરમિયાન રસ્તા માં આ માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો હતો. જેને લઇને પરિવાર જનો અને ગ્રામજનો માં ભારે રોષ ફેલાયો હતો. આ સાથે આજ ગામના બીજા બે બાળકોને આજ પ્રકાર ની રસી આપી હોવાથી તે બાળકોને પણ તાવ ન ઉતરતા બાળકોને વલસાડ ની લોટશ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે સરોન – નંદાવલા જૂથ ગ્રામપંચાયત ના સરપંચ પ્રીતેશ ભાઈ ગુણવંત ભાઇ પટેલ એ આરોગ્ય વિભાગ અને પોલીસ ને જાણ કરી હતી. અને જણાવ્યું હતી કે, આ રસી મૂક્યાં બાદ બાળકોને તાવ આવે છે. પણ આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી.

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાના સાબરીયા ગામે અજગરનું રેસ્કયુ કરી જંગલમાં મુક્ત કર્યો

ProudOfGujarat

ભાવનગર ના સોનગઢ થી પાલીતાણા જતા રોડ પર જ પાગલ (માનસિક દિવ્યાંગ) માટેની સંસ્થા આવેલી છે..

ProudOfGujarat

કરજણ તાલુકાનાં સારીંગ ગામની સીમમાં આવેલી સુપ્રસિદ્ધ હજરત સૈયદ પરદેશી પીર બાવા સાહેબની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!