Proud of Gujarat
GujaratFeaturedINDIA

હવે તો હદ થઈ…દાદરા નગર હવેલીની કોલેજમાં એક જ બોયફ્રેન્ડ માટે બે પ્રેમિકાઓ વચ્ચે મારામારીઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ..

Share

 

(કાર્તિક બાવીશી )દાદરા નગર હવેલીની એક કોલેજમાં બોયફ્રેન્ડ માટે બે પ્રેમિકાઓ વચ્ચે ઝઘડો થતા દોડધામ મચી ગઇ હતી. બંને વિદ્યાર્થિનીઓ વચ્ચેના આ ઝઘડાનો વીડિયો હાલ ખુબ વાઇરલ થયો છે. બંને વિદ્યાર્થિનીઓ વચ્ચે ઝઘડો એટલો તો વધી ગયો કે તેમની વચ્ચે છૂટા હાથે મારામારી પણ થઇ ગઇ હતી જે વીડિયોમાં જોઈ શકાય છે. એમ પણ કહેવાય છે કે ઝઘડા દરમિયાન આ બે વિદ્યાર્થીનીઓ વચ્ચે ગાળાગાળી પણ થઈ હતી. કોલેજના ક્લાસરૂમમાં જ વિદ્યાર્થીનીઓએ બોયફ્રેન્ડ માટે જોરદાર ઝઘડો કર્યો હતો. આ પ્રકારના વાઈરલ થયેલા વીડીયો જોતા એમ લાગે કે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓના માનસ કયા સ્તરે પહોંચ્યા છે. હજુ ગઈ કાલે જ વડોદરામાં એક શાળામાં 9માં ધોરણના વિદ્યાર્થીની તેની જ શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીએ અત્યંત ઘાતકી હત્યા કરી નાખી. આ હત્યાની ઘટનાએ સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ચકચાર મચાવી દીધી છે. વિદ્યાર્થીઓના આ પ્રકારના માનસ ખરેખર ચિંતાનો વિષય છે.કહેવત છે પ્રેમમા શુ ના થાય તે આ ધટનાએ સાબીત કરી બતાવ્યું

Advertisement

 


Share

Related posts

લોકશાહીના મહાપર્વને લઈને ગરૂડેશ્વર તાલુકાના મોટા પીપરીયા ગામે આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતા વયોવૃદ્ધ મતદારોનો મક્કમ નિર્ધાર.

ProudOfGujarat

વરસાદ વચ્ચે રાજકોટમાં શિક્ષણમંત્રીએ ખુલ્લો મુક્યો લોકમેળો, કહ્યું કેટલાક લોકો જ્ઞાતિવાદથી સમાજને તોડે છે…..

ProudOfGujarat

ભરૂચ : ચાલુ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાશે આવે તેવી શકયતા, ભરૂચમાં સભાના આયોજન અંગે તૈયારીઓ શરૂ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!