નવસારીના કબીલપોર વિસ્તારમાં રહેતા 50 વર્ષીય રંજનબેન જોગી વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલા પરિયા ગામના માંહ્યનશી ફળિયામાં 6 ઓક્ટોબરના રોજ નવરાત્રિ નિમિત્તે ઘરેઘરે જઈને ભીખ માંગી રહ્યા હતા. જે દરમિયાન જયેશભાઇ ઉર્ફે મહેશભાઈ માંહ્યવંશી ફળિયામાં આવી રંજનબેન બાળક ચોરી કરવા આવી હોવાના આક્ષેપ સાથે રંજનબેનને પકડી માર મારવાનું શરૂ કર્યું હતું. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો પોલીસે પ્રાથમિક તપાસ કરતા મહિલા નવસારી રહેતી હોવાનું અને પોતે ભીખ માંગવા આવી હોવાનું જણાવતા મહિલાની અજાણ્યા ઈસમો વિરૂદ્ધ NC ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાઓ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મહિલાને બાળક ચોર સમજી માર મારતા હોવાની સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે. સ્થાનિક મહિલાઓ અને સ્થાનિક લોકોએ પણ રંજનબેનને બાળક ચોર સમજી માર માર્યો હતો. ત્યારે પારડી પોલીસના જવાનો પેટ્રોલિંગ દરમિયાન લોકો ટોળું ભેગું થયેલું જોતા ચેક કરતા લોકો મહિલાને બાળક ચોર સમજી મારી રહ્યા હતા. પોલીસે મહિલાનો કબ્જો મેળવી પ્રાથમિક સરકાર કરવી મહિલાની પૂછપરછ કરતા મહિલાને લોકોએ બાળક ચોર સમજી ખોટી રીતે માર માર્યો હોવાનું જણાવ્યું હતું.