વાલીયાના શ્રી ગણેશ ચેરમેન અને કેટલાક સભાસદો વચ્ચો કેટલાય સમયથી ગજગ્રાદ ચાલી રહ્યો છે. શેરડીના ભાવ મામલે ગણયાગાંઠીયા સભાસદોએ સુગરના ચેરમેન સામે મોરચો માડયો હતો. આજે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. જેમા જુજ સભાસદો જ જોડાઅતા વિરોધ કાર્યક્રમનુ સૂરસુરીયુ થઈ ગયુ હતુ. છેલ્લા કેટલાય સમયથી ગણેશ સુગર ફેકટરીનો વિવાદ ગાજી રહ્યો છે. આ વિવાદ અને વિરોધ જમીન પર ઓછો અને સોશ્યલ મીડિયા પર વધુ જોવા મળ્યો છે. શેરડીના પોષણક્ષમ ભાવો ના મળવાના કારણે સુગરના સભસદોએ નારાજ થઈ ચેરમેન સંદિપસિંહ માંગરોલાનો વિરોધ શરૂ કર્યો હતો. અને ખેડુતોના હિતમા આજથી આમરણાંત ઊપવાસ જોડવા ભુપેન્દ્ર સિંહ સુણવા , દિલીપ સિંહ મહીડા , જીતેન્દ્ર સિંહ જાદવઓએ તમામ સભાસદોએ અપીલ કરી હતી. પરંતુ ચેરમેન સામે વિરોધમા ઉતરેલા સભાસદોએ ગાજયા એટલે વરસ્યા નહી.૧૬૦૦ જેટલા સભાસદો ધરાવતી ગણેશ સુગર ના માત્ર ૩૫ થી ૪૦ જેટલા સભ્યોએ આજે ઉપવાસમા જોડાયા હતા. જો કે મુખ્ય આંદોલનકારી ભુપેન્દ્ર સુણવા નો ટેલિફૂન સંપર્ક સાધતા તેમણે આપેલો આંકડો હાસ્યપદ હતો. તેમના જણાવ્યા અનુસાર સવારે ૨૦૦ સભાસદો આવ્યા હતા. પણ ઉપવાસ પર માત્ર ૧૫ સભાસદો જ બેઠા હતા. ત્યારે આંદોલનકારો સાથે સભાસદો મોટી સંખ્યામા કેમ ના જોડાયા અને વિરોધનુ સુરસુરીયુ કેમ થયુ તે અંગે પણ તેમણે અભિમંથન કરવાની જરૂર છે. બીજી બાજુ ગણેશ સુગરના ચેરમેન સંદિપ સિંહ માંગરોલા એ પોતાના પર વિશ્વાસ મુકવાઅ બદલ તમામ સભાસદોએ આભાર માન્યો હતો. અને અભિનંદન આપ્યા હતા. અને સરકારની નિતીઓની માટકણી કાઢી હતી તેમજ સભાસદોએ પોતાનુ નહીં પણ સંસ્થાનુ હિત જોઈને જે નિર્ણય લીધો તેને બીરડાવ્યો હતો. અને તેમનો વિશ્વાસ જવા એણે જવા નહી તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગણેશ વટારીયા ચેરમેનના વિરોધમા યોજાયેલ ધારણાનો કાર્યક્રમ ફ્લોપ સાબિત થયો.
Advertisement