૧૫મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ ગણેશ સુગર વટારીયા ખાતે તોત્તેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે પ્રસંગે ગણેશ સુગરના ચેરમેન સંદીપ માંગરોલા, ડિરેક્ટરશ્રીઓ, મેનેજીંગ ડિરેક્ટર સહીત અધિકારીઓ, કર્મચારી મિત્રો, અતિથિઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સદર પ્રસંગે સંસ્થાના ચેરમેન સંદીપ માંગરોલા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ કોઈએ રાષ્ટ્રગીત સાથે ધ્વજ વંદન કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી અને એકમેકને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી હતી. સંસ્થાના ચેરમેન સંદીપ માંગરોલાએ સદર પ્રસંગે સૌને તોત્તેરમાં સ્વાતંત્ર્ય દિન અને ભાઈ-બહેનના પવિત્ર રક્ષાબંધનના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તેઓ એ જણાવ્યું કે આપણે આઝાદીના તોત્તેર વર્ષ પૂર્ણ કરીને જે આપણા પૂર્વજોએ, સ્વતંત્ર સેનાનીઓએ, શહીદોએ જે શહીદી વ્હોરીને અંગ્રેજોની સામે લડીને-ઝઝૂમીને આઝાદી અપાવી છે એ આઝાદીના ઘડવૈયાઓને યાદ કરવાનો આજનો આ દિવસ છે. સમગ્ર ભારત દેશની અંદર અને વિશ્વમાં વસતા તમામ ભારતીય નાગરિકો માટે આજનો આ પ્રસંગ ગૌરવવંતો પ્રસંગ છે. આપણે સૌ જાણીયે છીએ કે આ દેશની અંદર અંગ્રેજોએ વર્ષો સુધી રાજ કરીને આપણી ઉપર શાસન કર્યું અને એ શાશન ની અંદરથી આપણને મુક્તિ અપાવનારા અનેક આપણા શહીદોએ પોતાની યુવાની ગુમાવી, બલિદાનો આપ્યા અને એના પરિણામે આજે આપણે સ્વતંત્ર ભારતની અંદર આપણી જે આશાઓ અને આકાંક્ષાઓ છે તે પરિપૂર્ણ કરવામાં સફળ થયા છે. હજી સમાજની અંદર આઝાદી પછી પણ ઘણા એવા દુષણો છે ઘણું એવું કામ છે જે કરવાનું બાકી છે. એના માટે આપણે સહુએ સહિયારો પ્રયાસ કરવો આવશ્યક છે. એના માટે આપણે જ્યાં પણ છીએ, સુગર ફેક્ટરીની અંદર હોય તો ત્યાં કે આપણા પરિવારના કામની અંદર હોય તો ત્યાં પણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી આપણી ફરજ બજાવીને આવનારા દિવસોની અંદર આપણા દેશને- રાષ્ટ્રને એક નવી ઊંચાઈ સુધી પહોંચાડવામાં આપણા સૌનું યોગદાન અત્યંત જરૂરી છે અને એના માટે આપણે સૌ કમર કસીયે એ જ આજના પ્રસંગની અપેક્ષા હોય શકે એમ જણાવ્યું હતુ.
ગણેશ સુગર વટારીયા ખાતે તોત્તેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી
Advertisement