Proud of Gujarat
FeaturedGujarat

વાલિયા તાલુકાના તુણા ગામ તરફ જવાના માર્ગ પર ઈક્કો કાર પલ્ટી જતા એક યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું જયારે અન્ય ત્રણ યુવાનનોને ઈજાઓ પહોંચી હતી…

Share

પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા ગામના બહુમાળી મકાન પાછળ રહેતા જયેશભાઇ રામસીંગ વસાવા પોતાના મિત્ર જીગ્નેશ જગદીશભાઈ વસાવાની ઈક્કો કાર માં સવાર થઈ અન્ય બે મિત્રો સાથે વાલિયાના તુણા ગામે કામ અર્થે જઈ રહ્યા હતા તે વેળા તુણા ગામ તરફ જવાના નાળા પાસે કાર ચાલકનો સ્ટેયરીંગ પર કાબુ ન રહેતા કાર પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો સદર અકસ્માતમાં જયેશભાઇ વસાવા કાર નીચે દબાઈ જતા તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું જયારે કાર ચાલક અને અન્ય યુવાનને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે વાલિયા સામુહિક કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે વાલિયા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ:આમોદ તાલુકાના નિવૃત કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

અભિનેત્રી સેહનૂર એ ચોમાસાની ઋતુમાં સમનો આનંદ માણતાં સોશિયલ મીડિયા પર કેટલીક ઝલક શેર કરી.

ProudOfGujarat

ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા મહોત્સવનો ખાસ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!