Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

વાલિયાના કરા ગામ મંદિર ફળિયામાં ચોરીનો બનાવ બનતા સનસનાટી…

Share

ભરૂચ જીલ્લાના વાલીયાના કરા ગામ મંદિર ફળિયામાં 1,35,000ની મત્તાની ચોરીનો બનાવ બન્યો હતો.આ બનાવ બનતા વાલિયા પંથકમાં ચોરીનો ભય વ્યાપી ગયો છે.ચોરી તારીખ 5-3-2019 ના બપોરે બે વાગ્યાથી 6-3-2019 ના સવારે ૬ વાગ્યાના અરસામાં કરા ગામ ખાતે થઈ હતી.આ બનાવ અંગે ફરિયાદી કનકસિંહ ડાયાભાઈ કોસમીયાના જણાવ્યા અનુસાર કોઈ અજાણ્યા ચોર ઈસમે ફરિયાદીના મકાનના દરવાજાને લગાડેલ તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલ દિવાલ કબાટની તિજોરી ખોલી તેમાંથી એક મંગળસૂત્ર કિંમત રૂપિયા આશરે એક લાખ,સોનાની કડી નંગ-૨ આશરે કિંમત 20,000,એક સોનાનો ટુકડો કિંમત આશરે 10,000,ચાંદીના સિક્કા નંગ-15 આશરે કિંમત રૂપિયા 5,000 મળી કુલ 1,35,000 મત્તાની ચોરી કરી હોવાનો બનાવ બન્યો હતો.આ બનાવ અંગે વાલિયા પોલીસ ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : HHMC એડયુ કેમ્પસમાં પ્રી કમેન્સમેન્ટ મિટ ‘આરંભ’ યોજાઇ.

ProudOfGujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દેશવ્યાપી કાર ચોરીનો પર્દાફાશ કર્યો, 10 કાર સાથે આરોપીઓની ધરપકડ કરી

ProudOfGujarat

23મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતમાં :સવારે 9-30 વાગ્યે સુરતમાં આગમન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!