ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાના પીઠોર ગામમાંથી LCB પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની કુલ બોટલ નંગ 626 કિંમત રૂપિયા ૬૫,૦૦૦ ઝડપી પાડી હતી. આ અંગે ત્રણ આરોપી સામે ફરિયાદ નોંધાઇ હતી જે પૈકી એક આરોપી ની અટક કરવામાં આવી છે બાકીના બે આરોપીને વોન્ટેડ બનાવાયા છે. આ અંગે વધુ વિગત જોતા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ અને LCBના ઇન્ચાર્જ PI જે.એન.ઝાલાની સૂચના અનુસાર પી.એસ.આઈ વાય.જી.ગઢવી તેમજ તેમની ટીમના માણસોએ બાતમી અનુસાર વોચ ગોઠવતા વાલીયા તાલુકાના પીઠોર ગામે મહેન્દ્ર જામોલભાઈ વસાવા તથા તેમનો પુત્ર સુનિલ વિદેશી દારૂનો ધંધો કરતો હોય તે અંગે રેડ કરતા મહેન્દ્ર જામોલભાઈ વસાવાના મકાનમાંથી વિદેશી દારૂ અને બિયર ની અલગ અલગ બ્રાન્ડ ની કુલ બોટલ નંગ 626 કિંમત રૂપિયા 65 હજાર કબજે કરવામાં આવી હતી. આ સાથે મહેન્દ્ર જામોલભાઈ વસાવાની અટક કરવામાં આવી હતી જ્યારે પુત્ર સુનીલ અને દારૂનો જથ્થો આપનાર હરેશ રાજુ વસાવા રહેવાસી દેહલીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આ અંગે વાલિયા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
વાલિયા તાલુકાના પીઠોર ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી LCB પોલીસ…
Advertisement