નવરાત્રી બાદ શરદ પૂર્ણિમાનું પણ અનેરું મહત્વ છે. શરદ પૂર્ણિમા નિમિત્તે ચંદ્રની રોશનીમાં અનેરી ચમક હોય છે જેને લીધે તેના કિરણોમાં ઔષધીય ગુણો સમાયેલા છે જે કિરણો સામાન્ય ખીરને પણ અમૃત બનાવી દેતા હોવાની માન્યતા છે જેને કારણે શરદ પુનમે ચાંદને ખીર ધરાવવામાં આવે છે અને શરદ પૂર્ણિમા નિમિત્તે ગરબા રમી ઉજવણી કરવામાં આવે છે ત્યારે વાલિયા તાલુકાના ડહેલી ગામના નગર શેઠ ફળિયામાં આગેવાન હરેશ વસાવા અને અનંત પંચાલ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં હાલ વધી રહેલા મોંઘવારીમાં ગેસ સિલિન્ડર અને તેલના ભાવ આસમાને જતા લોકોએ તેલના ડબ્બા અને ગેસના સિલિન્ડર સાથે ગરબા રમી વિરોધ નોંધાવ્યો હતો જ્યારે યુવાનોએ અવનવી વેશભૂષા ધારણ કરી ગરબે જુમ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર
Advertisement