વાલિયા તાલુકો જંગલ વિસ્તારમાં આવેલો હોવાથી વન્ય પ્રાણીઓ અવારનવાર દેખાતા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં સામે આવ્યા છે. સોડગામ, ડહેલી અને કરસાડ સહિતના ગામોમાં શિકાર માટે આંટાફેરા કરતાં દીપડાઓ ખેડૂતોની નજરે પડતાં હોય છે ત્યારે છેલ્લા પાંચ દિવસથી વાલિયા તાલુકાનાં પથ્થરિયા અને જબૂગામ ગામની સીમમાં કદાવર દીપડો નજરે પડી રહ્યો હતો જેની વનવિભાગે પકડી પડ્યો હતો જેને લઈને ગભરાયેલા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
ગતરાત્રે જબુગામથી પથ્થરિયા ગામ તરફ જવાના માર્ગ પર દીપડો જોવા મળ્યો હતો. શિકારની શોધમાં ભટકી રહેલા દીપડાના આંટાફેરાને પગલે ખેડૂતો સહિત ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે વાલિયા વન વિભાગ દીપડાને પકડી પાડવા માટે મારણ સાથે પાંજરું મૂકે તે અત્યંત જરૂરી છે. જેને કારણે વનવિભાગ દોડતું થયું હતું અને દીપડાને પકડવાની પ્રક્રિયા હાથધરી હતી જેને લઈને ઘણા પ્રયાસ બાદ દીપડાને પકડીને પાંજરમાં પૂરવામાં આવ્યો હતો.
અવારનવાર દીપડો તથા અન્ય વન્ય પ્રાણીઓ શહેરી વિસ્તારમાં દેખાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વનવિભાગ આ બાબતે પાંજરું ગોઠવી વહેલી તકે ગ્રામજનોના પશુધનને આ પ્રાણીઓના મારણથી અટકાવે એ અત્યંત જરૂરી છે.
મુકેશ વસાવા, અંકલેશ્વર