પતિ-પત્ની ઓર વો નાં પ્રેમ પ્રકરણનાં સંબંધોનું પરિણામ કરૂણ આવતું હોય છે એવ ઘણા બનાવો બન્યા છે ત્યારે વાલિયા તાલુકાનાં રામપરા ગામે પ્રેમીએ ત્રણ સંતાનોની માતા અને તેની પ્રેમિકા મીના વસાવાની કરપીણ હત્યા કરી હતી.
મીનાનાં પતિનું મોત નીપજયું હતું તેવામાં વિધવા એવી મીના આનંદભાઈ વસાવાનાં ગણપત વસાવા સાથે પ્રેમ સંબંધે બંધાઈ ગઈ હતી પરંતુ આ પ્રેમ સંબંધોમાં પણ અમુકવાર વાદ વિવાદ અને ઝઘડા ચાલતા હતા તેમજ પ્રેમ પ્રકરણ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પ્રેમ છાપરે જઈને પોકારે તેવું આ બનાવમાં બનતા પ્રેમી પ્રેમિકા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ગણપત વસાવાએ મીના વસાવાનાં પેટના ભાગે અને ગળાનાં ભાગે તીક્ષ્ણ હથિયાર વધે ધા કરી તેનું મોત નીપજવ્યું હતું. આ બનાવ અંગે વાલિયા પોલીસ તપાસ કરી રહી છે.
Advertisement