Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાલીયા ની સીલુડી ચોકડી પાસેથી અખાદ્ય ગોળ ના ડબ્બા ભરેલ ટેમ્પા સાથે એક ઈસમ ઝડપાયો. વાલીયા પોલીસે અખાદ્ય ગોળ અને ટેમ્પો મળી કુલ 2 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો

Share

 

23.8 અંકલેશ્વર

Advertisement

વાલીયા પોલીસે સીલુડી ચોકડી પાસે પેટ્રોલીંગ દરમ્યાન અખાદ્ય ગોળ ના ડબ્બા ભરેલ ટેમ્પા સાથે એક ઈસમની અટકાયત કરી કુલ 2 લાખ 27 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે,

પોલીસ સૂત્રીય માહિતી મુજબ વાલીયા પોલીસ મથકના પોલીસ કર્મીઓ રાત્રી પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન સિલુડી ચોકડી પાસે વાહન ચેકીંગ હાથ ધરતા અંકલેશ્વર તરફ થી એક ટેમ્પો નંબર જીજે 5 એ ઝેડ 9084 આવતા તેને રોકી ચાલક ની પૂછપરછ કરતા તે સિલુડી ચોકડી પાસે ની રુદ્રાક્ષ રેસીડેન્સી માં રહેતો ગોપાલ  ભોંમાં ગુર્જર હોવાનું જણાવ્યું હતું , પોલીસે ટેમ્પા માં તપાસ કરતા અખાદ્ય ગોળ ભરેલા ડબ્બા મળી આવ્યા હતા પોલીસે ગોપાલ ગુર્જર ની અટકાયત કરી 77 હજાર 500 ની કિંમત ના અખાદ્ય ગોળના 124 નંગ ડબ્બા અને 1 લાખ 50 હજાર ની કિંમત નો ટેમ્પો મળી કુલ 2 લાખ 27 હાજર નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે,


Share

Related posts

અંકલેશ્વર પોલીસ દ્વારા થર્ટી ફસ્ટ નિમિત્તે વાહન ચેકીંગ હાથ ધરાયું.

ProudOfGujarat

પાલેજ એસ.કે નગરમાંથી ૩૭૫૦૦ નો ડમણિયો દારૂ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ખોડલધામ સમિતિ દ્વારા નરેશભાઇ પટેલના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!