Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયા 108 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં દાખલ સગર્ભા મહિલા ને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં એમ્બ્યુલન્સ માં જ સફળ પ્રસુતિ કરાવી

Share

*પ્રસૂતિ મહિલાને બાળકનો જન્મ થયેલ*
*ગુજરાત સરકારની ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકો ને અનેકરૂપે મદદરૂપ થઇ રહી છે*
આજ રોજ તા.૨૬/૦૭/૨૦૨૦
રાત્રે ના સમય માં ૦૪:૩૦કલાકે સામુહિક આરોગ્ય કેન્દ્ર વાલિયા ખાતે મહિલા ની ડિલિવરી માં કમ્પ્લિકેશન હોવાને કારણે વધુ સારવાર માટે ૧૦૮ મારફતે મહિલાને આગળ બીજી હોસ્પિટલ માં શિફ્ટ કર્યું, વાલિયા ૧૦૮ એમ્બ્યુલન્સ માં કોલ મળતાની સાથે વાલિયા ૧૦૮ એમ્બ્યુલન્સ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી અસ્મિતા બેન ના સંબધીઓ જણાવેલ કે અસ્મિતા બેન ની પરિસ્થિતિ ગંભીર છે ત્યારે ‍૧૦૮ ઇ.એમ.ટી હર્ષદભાઈ પગી અને પાઇલોટ મયુરભાઈ પરમાર દ્વારા એમ્બ્યુલન્સમાંથી જરુરી સામાન લઈને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી ને મહિલાને દુખાવો વધારે હોવાથી ૧૦૮ મા લઇ ને બીજી હોસ્પિટલ તરફ જઇ રહયા હતાં. ત્યારે રસ્તા મા જ લીભેટ ગામ પાસે પહોચતા ઈ.એમ.ટી. હર્ષદભાઈ પગી ને ડીલીવરી નાં લક્ષણો જણાતા પાયલોટ મયુર ભાઈ પરમાર ને એમ્બ્યુલન્સ રસ્તા ની બાજુ રાખવાનું જણાવ્યું ત્યારે ઇએમટી હર્ષદભાઈ પગી અને પાયલોટ મયુર ભાઈ પરમાર બન્ને ભેગા મળીને ERCP Dr. ની મદદ લઇ પ્રસૂતિ કરાવવાની જરુરીયાત સર્જાઇ હતી અને સફળ પ્રસુતિ એમ્બ્યુલન્સ મા જ કરાવવામાં આવી. અમદાવાદ ૧૦૮ આોફિસ મા બેઠેલા ડોક્ટર સલાહ લઇને સફળ ડિલિવરી કરાવેલ અસ્મિતા બેન ને બાળકીનો જન્મ થયો. અસ્મિતા બેન ને પહેલા ખોળે દીકરીનો જન્મ થયેલ જાણવા મળતા જ તેમનાં પરિવાર મા ખુશી નો મોહોલ જોવા મળ્યો. અસ્મિતા બેન અને બાળકને વધુ સારવાર માટે સેવા રૂરલ હોસ્પિટલ ઝગડિયા ખાતે ખસેડવામાં આવેલ છે. ૧૦૮ એમ્બુલન્સ ની ટિમ ની કામગીરી હોસ્પિટલ ના સ્ટાફ તેમજ સગર્ભા ના પરિવારજનો તેમજ ૧૦૮ ના મેનેજર અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રી અે ૧૦૮ ના ઇ.એમ.ટી હર્ષદભાઈ પગી તેમજ પાઇલોટ મયુર ભાઈ પરમાર ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ : ઠાસરા પાલિકા વિસ્તારમાંથી પસાર થતી કાંસમાં ગટરના પાણીની દુર્ગંધથી લોકો ત્રાહિમામ

ProudOfGujarat

રાજપીપળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

અંકલેશ્વરનાં જીતાલી ગામે થી ભરૂચ ક્રાઈમ બ્રાંચ એ જુગાર રમતા ૫ જુગારીઓને ઝડપી પાડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!