Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયાનાં પણસોલી ગામે પત્ની પ્રેમી સાથે ભાગી જતાં પતિએ મારમારી મોતને ધાટ ઉતારી.

Share

ભરૂચ જીલ્લાનાં વાલીયાનાં પણસોલી ગામે પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને પરત ઘરે આવતા પતિએ લાકડીનાં ફટકા મારી મોટર સાયકલથી પગ કચડી નાંખી મોતને ધાટ ઉતારી ફરાર થઈ ગયો હોવાની ધટનાએ ચકચાર મચી ગઈ છે. વાલીયા તાલુકાનાં પણસોલી ગામનાં ફનફોઇ ફળિયામાં પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. આ બનાવ અંગે વાલીયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં ફનફોઇ ફળિયામાં રહેતાં અશ્વિન અભેસિંહ વસાવાની પત્ની સુધા વસાવા ઉં.વર્ષ 39 ની આજથી 15 દિવસ પહેલા ગામનાં નિલેષ નામનાં યુવાન સાથે ભાગી ગઈ હતી અને ગઇકાલે સુધા વસાવા ઘરે પરત આવતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને ઉશ્કેરાયેલા પતિએ પત્ની સુધાને લાકડાનાં ફટકા તેમજ પેટમાં લાતો મારી પગ ઉપર મોટર સાયકલ ચઢાવી દઈને તેણીને મોતને ધાટ ઉતારી મોટર સાયકલ લઈને ભાગી છૂટયો હતો. આ બનાવની જાણ વાલીયા પોલીસને કરતાં પોલીસે અશ્વિન વસાવા સામે પત્નીની હત્યા કરવા સંબંધે ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ ઇન્ચાર્જ પી.આઇ બી.એ. ગામીત તપાસ ચલાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

દેડીયાપાડાનાં ગુલ્ટાચામ ગામે જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ…

ProudOfGujarat

પાલેજ કે પી એસ સ્કૂલ ખાતે આઇ.જી.પી. ની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!