Proud of Gujarat
FeaturedGujaratINDIA

તર્ક છૂટશે ત્યારે જ અર્ક સમજાશે ડો.મતાઉદ્દીન ચિશ્તી

Share

સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓની મુલાકાતના પ્રથમ દિવસે સાલૈયા મુકામે ઘેર ઘેર ગાયો પાળો, ઘેર ઘેર વૃક્ષ વાવો, કોમી એકતા, ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ અને માનવસેવાનો ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક પરંપરાગત મોટામિયા માંગરોલની ગાદીના હાલના ગાદી પતિ સજ્જાદાનશીન આદરણીય હિઝ હોલીનેસ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્ર – ઉત્તરાધિકારી આદરણીય ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબ ની વિશેષ ઉપસ્થિિતમાં ભવ્ય અધ્યાત્મ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.શરૂઆતમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ, ત્યારબાદ પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના, સ્વાગત ગીત રજુ કરેલ હતુ , સ્વાગત પ્રવચન ડો. રાયસીંગભાઇ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. ડો. મતાઉદ્દીન ચિશ્તીનું શાલ ઓઢાડી સન્માન કર્યા બાદ ધોરણ ૧૦ અને ૧૨ના બાળકોનુ ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબના હસ્તે પ્રોત્સાહક ઇનામ આપી સન્માન કરાયું હતું.
ડો. મતાઉદ્દીન ચિશ્તી એ પોતાની આગવી શૈલીમાં આદ્યાત્મિકતા તેમજ જીવન ઉપયોગી, વ્યસન મુકિત, ગુણવત્તા સભર શિક્ષણ ઉપર ખાસ ભાર મુકેલ હતો. તેમણે જણાવેલ કે દરેક મનુષ્યના સ્વભાવમાં ત્રણ ગુણ હોવા જોઈએ દરિયાની જેમ ઉદારતા, દરિયો બધુ જ પોતાનામા સમાવી લે છે, સુરજની જેમ ભેદભાવ રહિત પ્રેમ, સુરજનો પ્રકાશ દરેક માટે એકસરખો છે અને પૃથ્વીની જેમ આતિથ્ય કેમકે તેનો આતિથ્યભાવ બધા માટે સમાન છે, આ ઉપરાંત વિવિધ ઉદાહરણ દ્વારા ખુબ સુંદર સમજ આપી હતી, સૂફીવાદ એ પવિત્ર વ્યવહાર છે, વ્યવસાય કે વ્યાપાર નથી, આજે બધા એ બીજાને બદલવા છે, પોતાને બદલવા કોઇ તૈયાર નથી,પરંતુ બદલાવની શરૂઆત આપણાથીજ થવી જોઈએ, આપણું મન કાચ જેવું છે પરંતુ તેને દર્પણ બનાવો, મન દર્પણ બને ત્યારેજ અધ્યાત્મનો હેતુ સાર્થક થઇ અધ્યાત્મ ઉત્સવ સંપૂર્ણ થશે.
વધુમાં તેમણે જણાવ્યું ક “આપણો તર્ક છૂટશે ત્યારે જ અર્ક સમજાશે, “આપણે અંતરમાં ઊંડા ઉતરવું રહ્યું, વિસરાયેલુ ઘણું પુન: યાદ કરવું રહ્યું” જેવી પંક્તિ વડે વિશાળ જનમેદનીને મંત્ર મુગ્ધ કરી દીધી હતી, આ ઉત્સવમાં હજારોની સંખ્યામા લોકો હાજર રહ્યા હતા. પ્રવચન બાદ મુલાકાત અને કોમી એકતાના ભજનનો કાર્યક્રમ યોજાયાે હતાે, સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શિક્ષક શ્રી ઈશ્વરભાઈ ચૌધરી તથા આભારવિધિ પરેશભાઇએ કરેલ હતી. બીજા દિવસથી માંડવી, સોનગઢ, વ્યારા, મોટામિયાં માંગરોલ, તાપી જેવા વિસ્તારમાં પ્રેમ, વ્યસન મુક્તિ તથા ઘેર ઘેર વૃક્ષ વાવો, ગાયો પાળો નો સંદેશો આપેલ હતો એમની સાથે ભક્તિ ફેરીમાં ખુબ મોટી સંખ્યામા અનુયાયીઓ જોડાયા હતા. આ કાર્યક્રમ ને સફ્ળ બનાવવા ચિશ્તીયા મંડળ સહીત સમસ્ત અનુયાયી ગણે ખુબ મેહનત કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાનાં સાંસરોદ ગામમાં મહાત્મા ગાંધી મેદાન પર ધારાસભ્ય અક્ષય પટેલનાં હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઇ હતી…

ProudOfGujarat

બ્રહ્માકુમારી સંસ્થા દ્રારા એક યોગ પ્રશિક્ષણ શિબીરનુ આયોજન

ProudOfGujarat

ડાંગ જિલ્લા ના આવાસ અને શોચાલય કૌભાંડમાં ત્રણ જિલ્લા ની પોલસે નવસારી માં એનજીઓ સંચાલક ના ઘરે રેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!