વાલિયા તાલુકાના તુણા ગામે સ્મશાનગૃહની લોકાર્પણવિધિ રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના હસ્તે યોજાઇ હતી.રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના રાજકીય ગુરુ અને વટારીયા સ્થિત ગણેશ સુગરના આદ્યસ્થાપક એવા સ્વ.હરિસિંહ મહિડાની અંતિમવિધિ 24 વર્ષ પૂર્વે તુણા ગામે કરાઈ હતી. ત્યારથી અહેમદ પટેલનું સ્વપ્ન હતું કે પોતાના રાજકીય ગુરુની અંતિમ વિધિ જ્યાં થઈ ત્યાં અધ્યતન સ્મશાન ગૃહ નિર્માણ કરવું. આ માટે અહેમદ પટેલે રૂ. ૩૫ લાખની ગ્રાન્ટ ફાળવી હતી. જેમાંથી તુણા ગામે કીમ નદી પાસે અઘોરેશ્વર મંદિરની બાજુમાં સ્મશાન ગૃહ નિર્માણ કરવાનું નક્કી થયું હતું. આ સ્થળે કીમ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, જે ઘણી પવિત્ર જગ્યા ગણાય છે. સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે ત્રણ ભઠ્ઠી, ગાર્ડન બેન્ચીસ, વોકવે તેમજ ફેન્સીંગ સહિતનું અદ્યતન સ્મશાન ગૃહ નિર્માણ પામ્યું છે. આ સ્મશાનની લોકાર્પણ વિધિમાં મોટી સંખ્યામાં રાજકીય તેમજ સહકારી અને સામાજિક આગેવાનો ઉપરાંત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
વાલીયા તાલુકાના તુણા ગામે અહેમદ પટેલના હસ્તે સ્મશાનગૃહની લોકાર્પણ વિધિ યોજાઈ.
Advertisement