વ્યાજખોરના ત્રાસથી બચવા માટે વાલીયા ટાઉનમાં રહેતા આદિવાસી શિક્ષક દંપતીએ વાલીયા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રાવ નાખતા ગેર કાયદેસર વ્યાજે નાણાં ધીરધાર કરનાર તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બીજી તરફ શિક્ષક દંપતી દ્વારા વકીલ મારફત પોલીસ સ્ટેશનમાં લેખિતમાં નાખવામાં આવેલ રાવ બાબતે કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવશે કે કેમ તેવા સવાલો ચર્ચાઇ રહ્યા છે. વાલીયા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં વ્યાજખોર સામે રાવ નાખનાર શિક્ષક દંપતી કે જેઓ વાલીયા ટાઉનમાં જલારામ સોસાયટી નેત્રંગ રોડ પર આવેલ છે. જેના મકાન નંબર 19 માં રહેતા શિક્ષક દત્તુભાઈ અંબુભાઇ વસાવા જેઓ સીંગલા ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જયારે તેઓના પત્ની ઉષાબેન વસાવા ઈટકલા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. ઉપરોકત શિક્ષક દંપતીને વર્ષ 2014 માં મકાનનાં કામકાજ માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં નર્મદા જીલ્લાનાં નાંદોદ તાલુકાના વડીયા ગામે પટેલ ફળિયામાં રહેતા ધનશ્યામભાઈ છોટુભાઇ પટેલ કે જે વ્યાજે નાણાં ધીરધારનો ધંધો કરે છે. જેની પાસે દત્તુભાઈ વસાવાએ રૂપિયા સાત લાખની માંગણી કરેલ જેને લઈને ધનશ્યામભાઈ છોટુભાઇ પટેલે 3% ના માસિક વ્યાજે નાણાં આપવા સહમત થયેલ જેમાં પ્રથમ રૂપિયા બે લાખ ધનશ્યામ પટેલે મે 2014 ના માસમાં આપેલ હતા. આ નાણાંની ગેરેંટી પેટે દત્તુભાઈ વસાવા પાસે બેન્ક ઓફ બરોડા શાખાના ચાર કોરા ચેક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા,વાલીયા શાખાના ચાર ચેક જેઓના નામના તેમજ ઉષાબેન વસાવના નામના ચાર કોરા ચેક લીધા હતા. સદર બે લાખ રૂપિયાનું વ્યાજ દર માસે છ હજાર લેખે નોંધ ડાયરીમાં કરીને આપતા હતા. રૂપિયા સાત લાખની સામે પ્રથમ બે લાખ અને ત્યારબાદ ટુકડે ટુકડે રૂ.પચાસ હજારના બે હપ્તા જૂન 2014 માં આપેલા. 1 લાખ જુલાઇ 2014 માં 1 લાખ ઓગષ્ટ 2014 માં અને બે લાખ સપ્ટેમ્બર 2014 માં આપેલ કુલ સાત લાખ વ્યાજે આપેલ તમામ રકમ પર 3% માલિક વ્યાજ ગણેલ વ્યાજે રૂપિયા સાત લાખ આપેલ તેની સામે દત્તુભાઈ વસાવાએ રૂપિયા 5,84,500/- ચૂકવી દીધેલ છે. તેમ છતાં પણ વ્યાજખોર ધનશ્યામ પટેલે ગણતરી કરીને જણાવેલ કે 5,15,000/- વ્યાજની રકમ બાકી તેમ જણાવી દત્તુભાઈ વસાવા પાસેથી કુલ રૂપિયા 12 લાખની રકમ બાકી છે. તેમ જણાવી દત્તુ વસાવા પાસે માસિક રૂ.30 હજારની મંગાવી સપ્ટેમ્બર 2016 થી બાકી લેવાનાની માંગણી કરેલ છે. જેને લઈને વ્યાજખોર ધનશ્યામ પટેલે વારંવાર ફોન પર ધમકીઓ આપતા અને દત્તુભાઈ વસવાના નામના બે કોરા સ્ટેમ્પ પેપર રાજપીપળાથી ખરીદી લઈ તેના પર મારુ ઘર નામે લખાવી લેવા દબાણ કરતાં પરંતુ દત્તુભાઈ વસાવાનું ઘર તેમના નામે થાય તેમ ન હોય જેને લઈને ધનશ્યામ પટેલે દત્તુભાઈ વસાવાને રાજપીપળા કોર્ટ બિલ્ડિંગમાં બોલાવી પોતાના વકીલે લખાવ્યા મુજબ જબરજસ્તીથી સાદા કાગળ પર રૂપિયા 12 લાખ ચેકની રકમ ચુકવી દેવાની સહમતી કરાર લખાવી લીધે છે, રૂ.12 લાખ વસૂલ કરવા વારંવાર ધાકધમકી આપી જેલમાં પુરાવી દેવાની ધમકી આપી શિક્ષક દંપતીને મોટી જાનહાનિ કરવાની ધમકીઓ આપતા તા.19-7-18 ના રોજ વાલીયા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાંથી ફોન પે થી ધનશ્યામ પટેલનાં ખાતામાં રાજપીપળા બેંકમાં ટ્રાન્સફર કરેલ તેમ છતાં ધાકધમકીઓ આપતા શિક્ષક ઉષાબેન વસાવાનાં ખાતામાંથી 9-8-19 ના રોજ રૂપિયા 8 લાખ ટ્રાન્સફર કરી આપેલ છે. તે છતાં પણ ધનશ્યામ પટેલ ગેર કાયદેસર વ્યાજ વસુલ કરવા માટે પઠાણી ઉધરાણી કરતાં હોય, અમોને જેલમાં મોકલવાની તથા અમોને ઘરનાં સભ્યોને જાનહાનિ કરવાની ગંભીર ધમકી આપતા હોવાને લઈને તા.27-2-19 ના રોજ દત્તુભાઈ અંબુભાઇ વસાવાએ પોતાના વકીલ મારફત વાલીયા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રાવ નાંખી વ્યાજખોર ધનશ્યામભાઈ છોટુભાઇ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ મૂકતા ચકચાર મચી જવા પામી છે.
વ્યાજખોરના ત્રાસથી વાલીયાના આદિવાસી શિક્ષક દંપતીએ વાલીયા પોલીસમાં લેખિતમાં રાવ નાંખી.
Advertisement