ચાલુ વર્ષે બજારમાં કપાસની ખુબ જ વિપુલ પ્રમાણમાં આવક થઈ છે, ત્યારે ક્વિન્ટલ દીઠ 800 થી 1000 રૂપિયા નીચા બજાર ભાવે ચાલે છે. ખેડૂતોની મહેનત અને મોંધીદાટ દવાઓના કારણે પણ ઉત્પાદન ખર્ચ વધતો આવતો હોવાથી બજારમાંથી પોષણક્ષમ ભાવ મળતો નથી તેમજ ખેડૂત પાસે કપાસની સંગ્રહ શક્તિ અને વ્યવસ્થા પણ નથી ત્યારે વાલીયા તાલુકાનાં આદિવાસી વિસ્તારમાં ખેડૂતોને મદદરૂપ થવાનાં આશયથી અને ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો મળે એ હેતુથી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સી.સી.આઇ) ખરીદ કેન્દ્ર ચાલુ કરે એ માટે પણ ગણેશ સુગર અને એ.પી.એમ.સી.ના ચેરમેન સંદીપ માંગરોલાએ રજૂઆત કરી હતી. તેના પરિણામે પ્રભાત જીન-વાલીયા ખાતે ખરીદ કેન્દ્ર તરીકેની મંજૂરી મળેલ છે અને પ્રભાત જીન-વાલીયામાં આજરોજ તારીખ 13-11-2019 થી સી.સી.આઇ. મારફત રૂ.5500/- પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવથી કપાસ ખરીદવાનું શરૂ કરવામાં આવેલ છે. પ્રથમ દિવસે જ ખેડૂતોને આ બાબતની જાણ થતાં ખેડૂતોની અંદર ખુશીનું મોજું ફળી આવ્યું હતું અને આજરોજ પ્રભાત જીન-વાલીયા ખાતે ગણેશ સુગર-વટારીયા અને એ.પી.એમ.સી. વાલિયાનાં ચેરમેન સંદીપ માંગરોલા, પ્રભાત સહકારી જીન-વાલીયાના ચેરમેન રાકેશ સાયનિયા, આગેવાનશ્રી કેશરીસિંહા સાયનીયા, મોતીસિંહજી માટીએડા, બળવંતસિંહજી ગોહિલ, ખેડૂત સમાજના અગ્રણી મહેન્દ્રસિંહ કરમરિયા, સી.સી.આઇ. ના અધિકારીઓ અને અન્ય સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં સી.સી.આઇ. ના નિયમો અનુસાર કપાસ ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંદીપ માંગરોલાએ જણાવ્યુ હતું કે, સી.સી.આઇ. ના નોર્મસ મુજબ સી.સી.આઇ. નું સેન્ટર વાલીયા ખાતે શરૂ થવાનું મુખ્ય કારણ પ્રભાત સહકારી જીનના પ્રમુખ રાકેશકુમાર સાયનિયાના નેતૃત્વમાં થયેલ જીનનું આધુનિકરણ મુખ્ય ફાળો છે. જે માટે સંદીપ માંગરોલાએ જીનના પ્રમુખ રાકેશકુમાર સાયનીયા અને બોર્ડના સભ્યોને આધુનિકરણના સાહસિક નિર્ણય માટે અભિનંદન પાઠવ્યા હતા.
વાલીયા તાલુકાના પ્રભાત સહકારી જીન ખાતે સી.સી.આઇ. કપાસ ખરીદી સેન્ટરનો પ્રારંભ
Advertisement