વાલીયા તાલુકામા ડી.જી.વી.સી.એલ દ્રારા ખેતી માટે નવા વીજ જોડાણો ફાળવામા આવેલ છે. સદર વીજ જોડાણોના ટ્રાન્સફોર્મર ડી.જી.વી.સી.એલ દ્રારા હજુ સુધી નાખવામા આવેલ નથી. જેના કારણે ખેડુતો પોતાના ખેતીના પાકમા સિંચાઈ કરી શકતા નથી. હાલમ ખેડુતોના પાક ખેતરમા ઉભો છે. તેમજ ખેતી લાયક સિંચાઈ માટે વીજળી ન મળવાને કારણે સુકાઈ જવાને આરે છે. જેથી ખેડુતોનો ખેતરમા ઉભો પાક બચાવવા ખુબ જ જરૂરી હોય જો ખેડુતોને હાલન સંજોગો જોતા સમયસર ખેતી માટે વીજળી ન મળે તો ખેડુતોને ખુબજ મોટુ આર્થીક નુકશાન વેઠવાનો વારો આવે એમ છે. સદર બાબતે વાલીયા તાલુકાના ખેડુતો દ્રારા ગણેશ સુગર ચેરમેન સંદિપ માંગરોલા ને મળેલી રજુઆત અન્વયે સંદિપ માંગરોલા દ્રારા મેનેજીંગ ડાયરેકટર ડી.જી.વી.સી.એલ સુરત તથા સુપ્રિનટેન્ડન્ટ એન્જીનીયર શ્રી ભરૂચ તેમજ એકઝુક્યુટીવ એન્જીનીયર શ્રી અંકલેશ્વરને પત્ર લખી વલીયા તાલુકામા ફાળવવામા આવેલ નવા વીજ જોડાણો માટે વહેલી તકે ટ્રાન્સફોર્મર નાખવા ખેડુત હિતમા કાર્યવાહી થાય એ માટે રજ્જુઆત કરવામા આવી છે.