પોલીસ નિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા પોલીસ અધિક્ષક ભરૂચ રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના મુજબ પ્રોહિ/જુગારની બદી નાબુદ કરવાની કામગીરી નાયબ પોલીસ અધિક્ષક લખધીરસિંહ ઝાલા અંક્લેશ્વર વિભાગ અંક્લેશ્વર નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ આજ રોજ અમોને ખાનગી બાતમીદાર વડે ચોક્કસ આધારભુત બાતમી હકીકત મળેલ કે વાલીયા તાલુકાના ગાંધુ ગામે ટેકરી ફળીયામાં કેટલાક ઇસમો જાહેરમાં ઇલેક્ટ્રીક લાઇટના અજવાળામાં બેસી ગંજીપાનનો હાર-જીત ના પૈસા વડે ગે.કા. રીતે જુગાર રમી રમાડે છે. જે માહિતી આધારે પંચો તથા પોલીસ સ્ટાફે માણસો સાથે રેઇડ કરતા પાંચ પુરૂષો તથા એક મહિલા છ ઇસમો જુગાર રમતા મળી આવેલ અને તેઓની અંગ ઝડતી માંથી દાવ ઉપરથી રોકડ રૂપિયા ૧૦,૨૩૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિંમત રૂપિયા ૫૦૦૦/- તથા જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા ૧૫,૨૩૦/- નો મુદ્દામાલ મળી આવતા તમામની વિરૂધ્ધમા ગુનો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
(૧) સુખાભાઇ મેલીયાભાઇ વસાવા રહે-ગાંધુ ટેકરી ફળીયું તા. વાલીયા
(૨) નરેશભાઇ ઠાકોરભાઇ રહે-ગાંધુ તા-વાલીય
(૩) ગોકુળભાઇ ચંદુભાઇ વસાવા રહે-લુણા સોનેરી ફળીયું તા-વાલીયા
(૪) સુરેશભાઇ રવજીભાઇ વસાવા રહે-ગાંધુ ટેકરી ફળીયું તા-વાલીયા
(૫) જસવંતભાઇ ચંદુભાઇ વસાવા રહે-લુણા સોનેરી ફળીયું તા-વાલીયા
(૬) મનિષાબેન W/O રાજેશભાઇ અશોકભાઇ વસાવા રહે-ગાંધુ ટેકરી ફળીયું તા-વાલીયા નાઓને તા.૧૪/૮/૨૦૧૮ ના રોજ કલાક ૦૪/૦૦ વાગ્યે પકડી અટક કરેલ છે.