તાજેતરમા જ વલીયા ગ્રામ પંચાયત ના સરપંચ ગોરધનભાઈ વસાવા સામે પંચાયતના સભ્યો દ્રારા આ વિસ્તારની દરખાસ્ત કરી તેઓને સરપંચ ના પદ પરથી દુર કરવામા આવ્યા હતા. જે બાદ ગતરોજ વાલીયા ગ્રામ પંચાયતના સરપંચ ના પદની ખાલી પડેલ જગ્યા માટે ચૂંટણી જાહેર થઈ હતી. ત્યારે આજ રોજ સરપંચ પદના ઉમેદવારો એ મામલતદાર કચેરી થેઐ ફોર્મ લેવા દોડા દોડ કરી હતી. ચૂંટણી અધિકારી વસાવા પાસેથી ઉમેદવારોએ આઠ જેટલા ફોર્મનો ઉપાડ કર્યો હતો. જેઓની યાદી આ પ્રમાણે છે. ગણેશ અંબુભાઈ વસાવા ત્રણ ફોર્મ , નરશી ભાઈ મ્મુનીયાભાઈ વસાવા -૧ ફોર્મ, જગદીશ ભાઈ પાંચીયા ભાઈ વસાવા-૧ ફોર્મ, અને ભૂતપુર્વ સરપંચ ગોરધનભાઈ વસાવાએ બે ફોર્મ નુ વિતરણ કરવામા આવ્યુ હતુ. આ ચૂંટણી માટેની ઉમેદવારોએ તારીખ ૭ એપ્રિલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. જ્યારે ફોર્મ ચક્ષાણી તારીખ ૯ મી એપ્રિલે કરાશે તો ફોર્મ પરત લેવાની તારીખ ૧૦ મી એપ્રિલ જ્યારે મતદાન પ્રકિયા ૧૧ મી એપ્રિલ સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે. જ્યારે ૨૪ મી એપ્રિલ ના રોજ સવારે ૩ વાગ્યાથી વાલીયા મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામા આવશે.