તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એટરોસિટી એકટમાં બદલાવ અંગેનો ચુકાદો આપવામાં આવ્યો હતો જે ચુકાદાને એસસી,એસટી અને દલિત સંગઠનોએ વિરોધ નોંધાવી 2જી એપ્રિલના રોજ ભારત બંધનું એલાન આપ્યું હતું જે એલાનને પગલે ભારતના કેટલાક વિસ્તારોમાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો ત્યારે વાલિયા ગામ ખાતે તાલુકના આદિવાસી સમાજના આગેવાન રજની વસાવા,વિજય વસાવા અને રવજી વસાવા તથા મહંમદ ફકીર સહિતના આગેવાનોએ આ ચુકાદાને વખોડી કાઢી વિરોધ નોંધાવ્યો હતો અને ભારત બંધના એલાનને ટેકો જાહેર કરી વાલિયા તાલુકા પંચાયતની કચેરી સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યાંથી વાલિયા ગામમાં રેલી સ્વરૂપે નીકળી શાંતિ ભર્યા વાતાવરણમાં ભારત બંધને સફળ બનાવવા વેપારીઓને આગ્રહ કર્યો હતો વાલિયા ગામમાં ભારત બંધને પગલે કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વિભાગીય પોલીસ વડા અને વાલિયા પોલીસ મથકના પીઆઇ જેઝ એન ધાસુર અને પોલીસ સ્ટાફ ખડે પગે તૈનાત રહ્યો હતો વાલિયા ખાતે ભારત બંધને સંપૂર્ણ સફળ પ્રતિસાદ સાંપડયો હતો