Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાલિયાના કોંઢ ગામના દેસાઈ ફળિયામાં નજીવી બાબતે બે જુઠ્ઠ વચ્ચે અથડામણ થતા વાહનોમાં તોડફોટ અને છ વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી બનાવ અંગે વાલિયા પોલીસ મથકે સામ-સામે પોલીસ ફરિયાદ નોધાવા પામી છે

Share

  પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાના કોંઢ ગામના દેસાઈ ફળિયામાં રહેતા ગૌતમ ભાઈ કૌશિકભાઈ દેસાઈ ગત રોજ આશરે રાતે 1૦ વાગ્યાની આસપાસ ઘરના સભ્યો સાથે બેઠા હતા તે દરમિયાન ગામના ફૈઝલ હનીફભાઈ પટેલ,અહમદ રાવત અને અબ્દુલ અટન બાઈક લઇ ઝડપથી અને હોર્ન વગાડી પસાર થઇ રહ્યા હતા જે વેળાએ બાળકો રમતા હોય બાઈક સવાર યુવાનોને બાઈક ધીમી અને હોર્ન નહી વગાડવા મુદ્દે ગૌતમભાઈ દેસાઈએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા યુવાનોએ અન્ય આઠ યુવાનોને મળી ગૌતમભાઈ દેસાઈ અને તેઓના પરિવારજનોને લાકડા અને ઢીકા પાટુનો મારમારતા તેઓને અને તેઓના પરિવારના ત્રણ સભ્યોને ઈજા થતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે વાલિયા ખાતે ખસેડવામાં આવ્યા હતા જયારે હુમલાખોરોએ પથ્થરમારો કરતા ઘરની બહાર પાર્ક કરેલ વાહનોમાં નુકશાન થવા પામ્યું હતું બનાવ અંગે ગૌતમ દેસાઈએ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી
  જયારે સામે પક્ષે પણ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી જેમાં જણાવ્યા અનુસાર ફૈઝલ હનીફ પટેલ અને તેના બે મિત્રો બાઈક લી દેસાઈ ફળીયામાંથી પસાર થઇ રહ્યા હતા તે વેળાએ ગૌતમભાઈ દેસાઈએ અહી કેમ હોર્ન મારો છો ખી આવેશમાં આવી જઈ ફૈઝલ હનીફભાઈ પટેલ,અહમદ રાવત અને અબ્દુલ અટન પર હુમલો કરી મારમારતા ત્રણેય યુવાનોને ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે ફૈઝલ પટેલે વાલિયા પોલીસ મથકે ગૌતમ દેસાઈ સહીત 10 ઇસમો વિરુદ્ધ ગુનો નોધાવ્યો હતો બનાવ અંગે વાલિયા પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

Share

Related posts

સરકારી વિનયન કોલેજ શહેરામાં આજે નહેરુ યુવા કેન્દ્રમાં ગોધરા દ્વારા યુથ પાર્લામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

સરસપુરમાં ‘નાથ’ નું મહારાષ્ટ્રીયન વસ્ત્રો-આભૂષણો સાથેનું મામેરું ભરાયું : ભગવાનના મામેરામાં 35 લોકો હાજર રહેશે.

ProudOfGujarat

ભરૂચ : સીટી બસ વિવાદમાં ન્યાય ન મળતા રિક્ષાચાલકો આજ રાતથી હડતાળ પર ઊતરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!