વાલિયા તાલુકામાં શેરડીના ખેતરો અને જંગલ વિતારને પગલે જંગલી પ્રાણીઓ શિકાર માટે રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે. ત્યારે વાલિયા તાલુકાના તુણા ગામમાં તાજેતરમાં જ દીપડાએ વાછરડાનો શિકાર કરતા ગ્રામજનો ભયભીત બન્યા છે. તો છેલ્લા બે દિવસથી વાલિયા તાલુકાના ચમારીયા ગામની સીમમાં ખેડૂત રાજાની વસાવા અને અન્ય યુવાનોએ બે દીપડાઓને દિવસના સમયે જોતા ભયભીત બન્યા હતા. અને આ અંગે વન વિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે વાલિયા તાલુકામાં શેરડીના ખેતરોમાં શિકારની તલાસમાં ફરતા દીપડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો વન વિભાગ ત્વરિત દીપડાને ઝડપી જંગલ વિસ્તારમાં છોડી મુકે તેવી માંગ ઉઠવા પામી છે.
Advertisement