Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

વાલીયા ખાતે પુત્રીના પ્રેમી ની હત્યા કરી આરોપીઓ પિતા, માતા અને ભાઈ ફરાર

Share

વાલીયા તાલુકાના ડણસોલી ગામે પિતા માતા અને ભાઈએ મળીને પુત્રીના પ્રેમી ની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. લાકડાના સપાટા મારીને યુવકની હતા કરાતા આરોપીઓને વાલીયા પોલીસે ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મનહર વસાવા ના ગામમાં રહેતા ભુપત વસાવા રહેવાસી વાલિયા તાલુકાના ડણસોલી ગામની  પુત્રી સાથે બે વર્ષ થી પ્રેમ સંબંધમાં હતો. યુવાન મનહર વસાવા આરોપી ભુપત વસાવાની પુત્રીને બે માસ પૂર્વે ભગાડી ગયો હતો. ત્યારબાદ સમાધાન થતા બન્ને તેઓના ઘરે રહેતા હતા.  11 જાન્યુઆરી ના રોજ  બોલાચાલી થતા આરોપી ભુપત વસાવા ,તેની પત્ની મધુબેન વસાવા અને પુત્ર હરેશ વસાવાએ પુત્રીના પ્રેમી મનહર વસાવાને લાકડાના સપાટા મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા. મૃતક મનહર વસાવાના મૃતદેહને પોષ્ટમોર્ટમ અર્થે વાલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ વાલીયા પોલીસ મથકમાં કરાતા પી,આઈ ઝેડ,એન ધાસુરાં સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને વાલિયા પોલિસે યુવતીના  પિતા ,માતા અને ભાઈ વિરુધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

Share

Related posts

લીંબડી કેળવણી મંડળનાં શિક્ષક દ્વારા જરૂરીયાતમંદને કિટ વિતરણ કરાઇ

ProudOfGujarat

બોરાળા નજીક ત્રણ સિંહ ટ્રેન ની અડફેટે આવી જતા મોત ને ભેટ્યા

ProudOfGujarat

ભરૂચના સર્કલ ઇન્સ્પેક્ટરની દોરવણી હેઠળ નબીપુરમાં ઇદુલ અદહાના તહેવાર નિમિત્તે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat
error: Content is protected !!