મળતી માહીતી અનુસાર એક ટ્રક ચાલક ટ્રકમાં કપચીનો ભુખો ભરીને વાડી ગામ તરફથી વાલીયા ગામ બાજુ આવી રહ્યો હતો. તે દરમિયાન વાલીયાની ડહેલી ચોકડી પાસે અચાનક ટ્રકમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળતા ટ્રક ચાલક સમય સુચકતા વાપરી કુદી પડ્યો હતો. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરા તાફરીનો માહોલ સર્જાયો હતો. આગને પગલે રાહદારીઓએ ઝઘડિયા જી.આઈ.ડી.સી ફાયર વિભાગ અને અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ફાયર વિભાગને જાણ કરી હતી. જેને કારણે બંને ફાયર વિભાગની ટીમના ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મહામહેનતે આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગને પગલે મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર આગની ઘટનામાં ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી.સદર આગની ઘટનામાં કોઈને કોઈપણ જાતની જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતો શ્વાસ લીધો હતો. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાલીયાની ડહેલી ચોકડી નજીક ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
Advertisement