Proud of Gujarat
FeaturedEntertainmentGujaratINDIAUncategorized

જુવો કેવી રીતે કર્યું કોંગ્રેસે એ મોદીને વેલેન્ટાઈન ડે વિશ

Share

 

કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનોખા અંદાજમાં વેલેન્ટાઈન્સ ડે વિશ કરીને તેમના પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસે ટ્વિટર પર એખ વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં વડાપ્રધાન મોદીને વેલેન્ટાઈન્સ ડેની શુભકામનાઓ આપવામાં આવી છે.

Advertisement

જોતજોતામાં તો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.વીડિયોમાં પ્રેમના અલગ અલગ પ્રતીકોનો ઉપયોગ કરીને વડાપ્રધાન મોદીને સલાહ આપવામાં આવી છે. જેમ કે, મિસ્ટર મોદી, આ વેલેન્ટાઈન્સ ડે પર અમે આશા રાખીએ છીએ કે તમે પ્રેમ ફેલાવો, જુમલા નહીં.  આ સિવાય નરેન્દ્ર મોદીની વિદેશી નેતાઓને ભેટવાની સ્ટાઈલ પર પણ કટાક્ષ કરવામાં આવ્યો છે. વીડિયોમાં મનની બાત પર કટાક્ષ કરતાં કહેવામાં આવ્યું છે કે, આશા છે કે વડાપ્રધાન કયારેક તો લોકોના મનની વાત સાંભળશે અને દરેક મહત્વના સંબંધની જેમ, તે જ વચન કરશે જે પાળી શકે. ભાજપના અબકી બાર મોદી સરકાર સૂત્રને ધ્યાનમાં રાખીને આ વીડિયોમાં અબકી બાર, ઢેર સારા પ્યાર લખવામાં આવ્યું છે.

સૌજન્ય (અકિલા)

 


Share

Related posts

કલકત્તાનો સાઇકલીસ્ટ ભરૂચ આવી પહોંચતા ભરૂચ સાયકલિસ્ટો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

બિહારના છપરાના પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થયેલ સ્પિરિટ બન્યું 40 લોકોના મોતનું કારણ, ઝેરી દારૂના કેસમાં ચોંકાવનારો ખુલાસો.

ProudOfGujarat

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલમાં જેબી કેમિકલ્સ દ્વારા ૫૦ લાખનું અનુદાન અપાયું.

ProudOfGujarat
error: Content is protected !!