Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ શહેરમાં રક્ષાબંધન નિમિત્તે બજારમાં રાખડી ખરીદવા ભીડ જામી.

Share

રક્ષાબંધન માત્ર રાખડીનો તહેવાર નથી પણ પ્રેમ, વિશ્વાસ અને સંબંધોની ગરિમા વધારતો તહેવાર છે. રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમે ધામધૂમથી ઉજવાય છે. રક્ષાબંધનને લઈને બહેનો અને ભાઈઓ મહિનાઓ પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે ત્યારે વલસાડ શહેરના બજારમાં આજેરોજ લોકો રક્ષાબંધનની તૈયારીઓ માટે રાખડી ખરીદતા જોવા મળ્યા હતા. રક્ષાબંધનના દિવસે બહેન થાળીમાં ભાઈને બાંધવાની રાખડી, તિલક માટે કંકુ અને ચોખા રાખે છે અને મોં મીઠું કરાવવા માટે મીઠાઈ પણ રાખવામાં આવે છે જ્યારે બહેન ભાઈને રાખડી બાંધતી હોઈ ત્યારે ભાઈએ માથે નાનો રૂમાલ કે પછી ટોપી રાખતા હોય છે થાળીમાં દેશી ઘીનો દીવો અને નારિયેળ રાખે છે રક્ષાબંધને તો સામાન્ય રીતે ભાઈ જ બહેનને ગિફ્ટ આપતો હોય છે.

રક્ષાબંધનનો ઉલ્લેખ મહાભારતમાં પણ મળે છે. મહાભારતની લડાઈ પહેલા શ્રીકૃષ્ણએ રાજા શિશુપાલ સામે સુદર્શન ચક્ર ઉઠાવ્યું હતું. આ દરમિયાન તેમના હાથમાં ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું આ જોઈ દ્રોપદીએ પોતાની સાડીનો છેડો ફાડ્યો અને તેને શ્રીકૃષ્ણની આંગળી પર બાંધી દીધો. બદલામાં શ્રીકૃષ્ણએ ભવિષ્યમાં આવનારી દરેક મુસિબતોથી રક્ષા કરવાનું વચન આપ્યું હતું માનવામાં આવે છે કે, એ દિવસે પણ શ્રાવણ માસની પૂનમ જ હતી એટલે, આ દિવસનું મહત્વ ઘણું વધી ગયું ત્યારે વલસાડ શહેરમાં આજે તમામ દુકાનોમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી અને લોકો રક્ષાબંધનના પવિત્ર તહેવારની તૈયારીઓ માટે રાખડી ખરીદતા જોવા મળ્યા હતા.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર – વઢવાણ શહેરનાં માર્ગો પર ડમ્પરો સહિતના ભારે વાહનોમાંથી માલસામાન પડતાં હાલાકી.

ProudOfGujarat

અખબારોમા લોનની લોભામણી જાહેરાતો આપીને છેતરપીંડી કરતા પતિ-પત્ની ને પકડી પાડતી પંચમહાલ સાયબર પોલીસ

ProudOfGujarat

છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા યુવરાજસિંહને ધરપકડમાંથી મુક્ત કરવા માટે બોડેલી પ્રાંતને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!