Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ – પારડી વચ્ચે રેલવે વીજ કેબલ તૂટ્યો : મુંબઈ-સુરત રેલ વ્યવહાર ખોરવાયો:અનેક ટ્રેનો મોડી: મુસાફરો અટવાયા શતાબ્દી, ગુજરાત એક્સપ્રેસ સહિતની ગાડીઓ લેઇટ : વીજતારનું સમારકામ શરૂ

Share

વલસાડ-પારડી વચ્ચે રેલવેનો વીજ કેબલ તૂટ્યો પડ્યો હતો  જેના કારણે અનેક ટ્રેનો સમય કરતા મોડી આવશે અને ઉપડશે તેવીશકયતા છે રેલવે વીજ કેબલ તૂટતા મુંબઈ – સુરત રેલ વ્યવહાર ખોરવાયો છે અને શતાબ્દી, ગુજરાત એક્સપ્રેસ સહિતની ગાડીઓ મોડી પડશે. હાલ મુંબઈથી સુરત જતા મુસાફરો અટવાયા  છે   દરમિયાન રેલવે વિભાગ દ્ગારા વીજતારનું સમારકામ  શરૂ કરી દેવામાં આવ્યું છે. પણ તે જાણકારી આપવામાં આવી નથી કે કેટલા સમયમાં આ વીજ કેબલનું સમારકામ સંપૂર્ણ થઇ જશે કે રાબેતા મુજબ રેલ વ્યવહાર શરૂ થઇ શકે.  એકતરફ મુંબઇમાં વરસાદને કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે અને મુંબઇથી સુરત આવનારા લોકો હવે વીજ કેબલના તૂટવાને કારણે ટ્રેનો મોડી પડશે તેના કારણે અનેક મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

Share

Related posts

‘અગ્નિવીરો’ને નોકરીની ઓફર મળી, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ભરતીની જાહેરાત કરી.

ProudOfGujarat

અમદાવાદમાં 2016 માં ક્રાઇમ બ્રાંચમાં જ કોન્સ્ટેબલની હત્યા કરનાર મનીષ બલાઈને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી.

ProudOfGujarat

વિરમગામના દલવાડી ફળીમાં આવેલા રામજી મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!