Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખી પાડોશીએ દંપતી સહીત ત્રણને માર માર્યો

Share

વાંકાનેર શહેરના આંબેડકરનગર વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખીને બે પાડોશી ઇસમેં દંપતી સહિતના ત્રણને માર મારી ઈજા કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોય જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેરના ડો. આંબેડકરનગરમાં રહેતા જયશ્રીબેન દિનેશભાઈ ઝાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૮ જુલાઈના રોજ સાંજે પાડોશી દીપક બાબુભાઈ વાઘેલા શેરીમાંથી નીકળ્યા ત્યારે જેમ ફાવે તેમ બોલતા હતા જેથી બોલાચાલી થઇ હતી અને આ બાબતે ફરિયાદ કરી ના હતી. અગાઉ સમાજના માણસોએ દીપકભાઈ જે દારૂ પી શેરીમાં જેમ ફાવે તેમ બોલતો હોય જેથી અરજી આપી હતી જે બાબતનો ખાર રાખી આરોપી દીપક બાબુભાઈ વાઘેલાએ ફરિયાદી જયશ્રીબેન, તેના પતિ દિનેશભાઈ ઝાલા અને નણંદ ઇન્દુબેન વઘાસીયાથી વ્યવહારિક કામ પૂર્ણ કરી ઘરે આવ્યા હોય ત્યારે જેમ ફાવે તેમ બોલા લાગ્યો હતો અને જયશ્રીબેનને ઢીકા પાટું માર મારી પતિ અને નણંદને માર મારતા હતા ત્યારે વિસ્તારના લોકો આવી જતા વધુ માર મારતા બચાવ્યા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ આરોપી દીપક બાબુભાઈ વાઘેલાએ જૂની અદાવતનો ખાર રાખી ફરિયાદી મહિલા, તેના પતિ અને નણંદને માર મારી ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

Advertisement

Share

Related posts

વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલ આજરોજ રવીવારે સામે આવી વઘુ એક બેદરકારી હોસ્પિટલમાં ઇન્ચાર્જ રહ્યા ગેરહાજર. ઈન્ચાર્જ બ્રધર્સ અને સિસ્ટર ની ગેરહાજરી થી દર્દી ઓને પડી મૂશ્કેલી ના છુટકે ખાનગી હોસ્પિટલના સહારે.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના કંડારી ખાતે આયોજિત ભારત સરકારની આયુષ મિનિસ્ટ્રી નેશનલ આયુષ મિશન અનુદાનિત બે દિવસીય કાર્યક્રમની પૂર્ણાહુતિ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રોમાં હરખની હેલી દોડી જવા પામી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!