દેશમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે દિવસેને દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કારોના વાયરસનાં વધતા જતા કહેરને કારણે લોકો ભય ભીત થયાં છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે હવે કોરોનાને કારણે દેશમાં આંદોલનો થવાના પણ શરૂ થઈ ગયા છે. સુરતનાં વાંકલ ગામે આજે કોંગી કાર્યકરોએ કોરોના કોરન્ટાઇન સેન્ટરને લઈ વિરોધ પ્રદર્શન કર્યું. વાંકલ ખાતે સરકારી કન્યા-કુમાર છાત્રાલયમાં ફેસિલિટી કોરન્ટાઇન સેન્ટર બનાવતા કોંગ્રેસનાં કાર્યકરોએ વિરોધ કર્યો હતો. આ કોરન્ટાઇન સેન્ટરમાં દક્ષિણ ગુજરાતનાં વિદેશથી ભારત આવેલા કોરોના ગ્રસ્ત દર્દીઓને રાખવામાં આવે છે.
જેનો કોંગ્રેસનાં કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ વાંકલ- કીમ સ્ટેટ હાઇવે ઉપર બેસીને રસ્તા રોકો આંદોલન કર્યું હતું ત્યારે પોલીસે ૩૦ જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગી કાર્યકરોની માંગ છે કે વાંકલ ખાતે ઉભું કરાયેલું કોરન્ટાઇન સેન્ટરને વહેલી તકે દૂર કરવામાં આવે,કોંગી કાર્યકરો વધુમાં જણાવ્યું હતુ કે સુરત જિલ્લાનાં કોરોના ગ્રસ્ત દર્દીઓને આ કોરન્ટાઇ સેન્ટરમાં રાખે તો કસો વાંધો નથી પરંતુ આખા દક્ષિણ ગુજરાતનાં વિદેશથી આવેલા કોરોના ગ્રસ્ત દર્દીઓને વાંકલનાં છાત્રાલય ખાતે લાવતાં કોંગી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. આ બાબતે કોંગી કાર્યકરોએ સરકારી તંત્રને અનેક વખત રજુઆત કરી હતી. પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી નહીં થતા અંતે આજે કોંગી કાર્યકરો રસ્તા રોકો આંદોલન કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ તકે માજી મંત્રી રમણભાઈ ચૌધરી, શામજીભાઈ ચૌધરી, ઠાકોર ભાઈ ચૌધરી, પ્રકાશ ગામીત, શાહબુદીન મલેક, રૂપસિંગ ગામીત, નાનસિંગ વસાવા વગેરે કાર્યકરો હાજર રહ્યાં હતાં.
સુરતનાં વાંકલ ખાતે આવેલ સરકારી કુમાર- કન્યા છાત્રાલયમાં કોરન્ટાઇન સેન્ટર બનાવતા કોંગ્રેસ દ્વારા સ્ટેટ હાઇવે રોકીને વિરોધ કરાયો.
Advertisement