નેહરુ યુવા કેન્દ્ર સંગઠન સુરત યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર બ્લોક ઉમરપાડા ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોરોનામાં લોકોના જીવ બચાવનાર ડોક્ટર્સ,નર્સ,પોલીસ જવાનો,ગ્રામરક્ષક દળના જવાનો,ટ્રાફિક બ્રિગેડનાં જવાનો જેવા કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કરવા માટે ઉમરપાડામાં જાહેર જગ્યાએ જેવું કે સરકારી દવાખાના, બસ સ્ટેશન, ચોકડી જેવી 8-10 જગ્યાએ સૂત્ર લખી કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. જેમાં આ કાર્યકમનો મુખ્ય ઉદ્દેશ લોકોને જાગૃત કરવાનો હતો, નેહરુ યુવા કેન્દ્રનાં રાષ્ટીય યુવા વાહીનીનાં સ્વયંસેવક પ્રકાશ ભરવાડ અને ઋષિકેશ પંડ્યા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામનાં યુવા કાર્યકર્તા રાકેશ પારેખ,મેહુલ ભરવાડ પણ હાજર રહ્યા હતા.
Advertisement