વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ કોરોના રૂપી અંધકાર સામે દેશવાસી ઓની એકતારૂપી પ્રકાશની મજબૂતાઈનો સંદેશ આપવા માટે 5 મી એપ્રિલના રોજ રાત્રીના 9 વાગે 9 મિનીટ સુધી ઘરની લાઈટો બંધ કરી બાલ્કનીમાં કે બહાર દરવાજા પર દીવો કે મીણબત્તી, ફેસલાઇટ પ્રગટાવવાનું આહવાન કર્યું હતું. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાને હંફાવનાર ભારતવાસી ઓએ પ્રધાનમંત્રીના આહવાનનો સકારાત્મક પ્રતિસાદ આપતા આખો દેશ રાત્રે 9 વાગ્યે દીવડાઓથી ઝગમગી ઉઠ્યો હતો. માંગરોળ અને ઉમરપાડા તાલુકાનાં લોકો એ આ અપીલને ઉત્સાહ ભેર વધાવી લેતા ગામો અને શહેરો દીવડા અને મીણબત્તી, ફૅશલાઇટોથી પ્રકાશિત થઈ ઉઠ્યા હતા અને મનોબળ હજુ મજબૂત હોવાનો સંદેશો આપ્યો હતો. વાંકલ ગામ અને મંદિરોમાં પણ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.
Advertisement