Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ જીઆઇડીસીમાં આવેલ રિલાયન્સ કંપની નજીક કચરાનાં ઢગલામાં આગ લાગી હતી.

Share

વાગરા તાલુકાના દહેજ ખાતે આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે કંપાઉન્ડ નજીક આજે વહેલી સવારે કચરાના ઢગલામાં આગ લાગી ગઈ હતી જેને લઇને લોકોમાં દોડધામ મચી હતી. આ ઘટના આગની ઘટનાની જાણ થતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. રિલાયન્સ કંપનીના કંપાઉન્ડ નજીક સુકા કચરાનાં ઢગલામાં કોઈ ટીખળખોરોએ સવારે આગ લગાવી હોવાની ચર્ચા છે ત્યારે આગ લાગતા ધુમાડાનાં ગોટેગોટા આકાશમાં નજરે પડયા હતા. જ્યારે આગનાં ગોટે ગોટા ઉડતા લોકોમાં દોડધામ મચી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડના બંબાએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ બનાવ સંદર્ભે હાલ કોઇ ફરિયાદ દાખલ થવા પામી નથી.

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લાના કરજણ ખાતે નગરપાલિકાના લઘુમતિ કોર્પોરેટર દ્વારા ઈફ્તાર પાર્ટી યોજાઈ.

ProudOfGujarat

સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલા કુબેરનગરની ખાડીમાં વિવેકાનંદ સોસાયટી પાસે રમતા રમતાં સાત વર્ષનો બાળક ખાડીમાં તણાવાથી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામા ટોકિસકોલોની સેન્ટર શરૂ થાય એ જરૂરી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!