ભરુચ જીલ્લામાં કોરોના વાયરસના 7 પોઝિટિવ કેસ બાદ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જિલ્લાના દરેક તાલુકા અને વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત સાથે લોકડાઉનની અમલવારી કરવવામાં આવી રહી છે. પોલીસ પ્રશાસન દ્વારા સખત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના રસ્તાઓને બેરીકેડિંગ કરવામાં આવી રહ્યા છે. વાગરા નગરમાં પોલીસ તંત્ર દ્વારા દરેક ચાર રસ્તા વિસ્તારમાં બેરીકેડિંગ કરવાની કામગીરી સાથે સઘન તપાસ હાથ ધરાઇ છે. દેશમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસો ચિંતામાં વધારો કરી રહ્યા છે. કોરોનાના પોઝિટિવ કેસો અને મૃત્યુ આંક વધુ સાવચેત કરી રહ્યા છે. પ્રશાસન દ્વારા હવે સખત કાર્યવાહીના નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. લોકડાઉનની તિથી પૂર્ણ થવાના આડે છે. ત્યારે હવે વધુ બે સપ્તાહ લોકડાઉન લંબાવવાના સંકેત મળી રહ્યા છે. લોકોની લાપરવાહી ચિંતાનો વિષય બન્યો છે. લોકો નિયમોનું કડક પાલન કરે તે અનિવાર્ય છે. ગામડાઓમાંથી પણ કેસો સામે આવતા વિસ્તારોને બેરીકેડિંગ કરી સીલ કરવામાં આવી રહ્યા છે. ભરુચ જીલ્લામાંથી 8 કેસો મળી આવ્યા બાદ વાગરા નગરને પણ વાગરા પોલીસ દ્વારા બેરીકેડિંગની કામગીરી કરવામાં આવી હતી. સાથે જ બહારથી આવતા જતાં વાહન ચાલકોને કડક પૂછપરછ સાથે બિન જરૂરી બહાર નીકળતા લોકોને અટકવાવની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વાગરામાં એન્ટ્રી પર સઘન ચેકિંગ શરૂ, જીલ્લામાં કોરોનાનાં કેસ બાદ બેરીકેડિંગ કરાયું.
Advertisement