Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા : રેલ્વે વીજળી સ્ટેશનમાં આગ ભડકી ઉઠતાં ફાયર બ્રિગેડે તાત્કાલિક કાબુ મેળવ્યો.

Share

વાગરા રેલ્વે મથકના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. ટ્રાન્સફોર્મરમાંથી આગનું તણખલું ઉડતા આગ આસપાસના ઝાડી ઝાંખરામાં પ્રસરી હતી. આગ વધુ પ્રસરે તે પહેલા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના ફાયર બ્રિગેડ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગને ગણતરીના સમયમાં કાબુમાં લીધી હતી. સમયસૂચકતા વાપરી ફાયર બ્રિગેડનો સહારો લેતા તાત્કાલિક આગ પર કાબુમાં લેવાતા મોટું નુકશાન અટક્યું હતું. આગની ઘટનાને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા.

Advertisement

Share

Related posts

ઉમરપાડાની રેફરલ હોસ્પિટલના કૌભાંડી નકલી અને અસલી ડોક્ટર બે દિવસના રિમાન્ડ પર.

ProudOfGujarat

નર્મદામાં દારૂનું દૂષણ ડામવા પોલીસ એક્શનમાં:60 હજારનો વિદેશી દારુ,2 લાખનો ગોળ-મહુડો ઝડપી પાડ્યો

ProudOfGujarat

ભરૂચમાં અલગ-અલગ 4 અકસ્માતમાં 3 વ્યક્તિનાં મોત અન્ય 3 ઘાયલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!