ભરૂચ જિલ્લામાં કોવિડ-૧૯ થી બચવા કોરોના રોગપ્રતિકારક રસીકરણ અભિયાન ખુબ જ સુંદર અને સુચારૂં રીતે ચાલી રહ્યું છે. આ અભિયાનને ખુબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે.
વાગરા તાલુકામાં ૮૪ જેટલા સ્થળોએ મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ વાગરા તાલુકાના વિલાયત અને ભેરસમ ગામના વેક્સિનેશન સેન્ટરોની મુલાકાત લીધી હતી અને વેક્સિનેશન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વેક્સિનેશન કરતાં સ્ટાફ સાથે અને વેક્સિન લેનાર લાભાર્થીઓ સાથે વાતચીત કરી વેક્સિન લેવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા અને વેક્સિન લેવા સૌ કોઈ આગળ આવે તે માટેની સમજણ પણ આપી હતી. આ મુલાકાત વેળાએ નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મેગા વેક્સિનેસન ડ્રાઈવમાં વેક્સિનનો ડોઝ લેનારને “યુવા અનસ્ટોપેબલ” સંસ્થાના સૌજન્યથી વિનામૂલ્યે એક લીટર ખાદ્યતેલનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાગરા તાલુકાના ૮૪ જેટલા સેન્ટરો પર સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં ૧૫૨૮૮ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ભરૂચ : વાગરા તાલુકામાં મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો.
Advertisement