આજરોજ વાગરા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું સર્વર ખોટકાતા બેંકમાં લેવડ-દેવડ માટે આવેલા ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. વાગરા ખાતે ગામ તળાવ નજીક આવેલ સ્ટેટ બેંકના બ્રાન્ચ મેનેજરના જણાવ્યા અનુસાર બેંકમાં કનેક્ટિવિટીનો ઇસ્યુ હતો જેના કારણે તેઓએ પોતાની ઉપરી કચેરીના દેટા ક્રાફ્ટ વિભાગમાં વાત કરી હતી તેમજ કોવિડ 19 ના શરૂઆતથી જ બાયોમેટ્રિકની સિસ્ટમ બંધ કરવામાં આવી હતી જે આજરોજ ચાલુ કરવામાં આવતા થોડી તકલીફ પડી હતી ત્યારબાદ બપોરના દોઢ વાગ્યાના અરસામાં કનેક્ટિવિટી ચાલુ થતા રાબેતા મુજબ બેંકનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું.
Advertisement