દિનેશભાઇ અડવાણી
આદિવાસી સમાજ વાગરા તાલુકાના માછીમારો એ પોતાની વિવિધ સમસ્યાઓને લઇને આજરોજ ભરૂચ જિલ્લા ડીસ્ટ્રીક મેજિસ્ટ્રેટ અને ભરૂચ જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું .આવેદન પત્ર માં જણાવ્યા અનુસાર.નર્મદા નદી ના ભરતી તથા ઓટના વહેણમાં ભરૂચ થી દહેજ સુધી ના ભાંભરા પાણી ના વિસ્તારમાં છુટા જાળો નાખીને અમે બારેમાશ માછલીઓ પકડીને અમારું તથા પરિવાર નું જીવન નિર્વાહ ચલાવીએ છીએ .નર્મદા નદીના પટમાં હજારોની સંખ્યાઓમાં ખૂંટાઓ ઉભા કરી ને આખી નર્મદા નદી ના જળમાર્ગ ને બંધ કરી દીધેલો છે જેના કારણે માછીમારો ને ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે.જેને લઈને આદિવાસી સમાજ વાગરા તાલુકાના માછીમારોએ નીચે મુજબની માંગણીઓ કરી છે…
(૧).નર્મદા નદી ના વહેણ ના જાહેર માર્ગમાં હજારોની સંખ્યા માં ચોઢી દેવામાં આવેલા ખૂંટાઓને કાયમી ધોરણે દૂર કરી તેનો નાશ કરવામાં આવે .
(૨) વહીવટીતંત્ર , પોલીસતંત્ર થી આ ગેરકાયદેસર ના ખૂંટાઓ દૂર ન થતા હોય તો આમારા પરિવારોને બે તકનું જમવાનું પૂરું પાડવામાં આવે અને આમારા દેવાઓની ચુકવણી કરવામાં આવે અને અમને તાત્કાલિક ધોરણે વૈકલ્પિક રોજગારી આપવામાં આવે.
(૩) કોઈ પણ પ્રકારના દબાણવશ વહીવટીતંત્ર , પોલીસતંત્ર થી આ ગેરકાયદેસર ના ખૂંટાઓ દૂર કરી શકાતા ન હોય તો આ ખૂંટાઓ દૂર કરવાની અમને પરવાનગી આપવામાં આવે .
(૪) તારીખ ૨૪-૭-૨૦૧૯ સુધીમાં નર્મદા નદી ના વહેણમાંથી તમામ ખૂંટાઓ કાયમી ધોરણે દૂર કરી તેનો નાશ કરવામાં નહીં આવે તો અમારા જીવન મરણ નો કાયમી પ્રશ્ન હોય આમારે ના છૂટકે રસ્તે ઉતરી આંદોલન કરવાની ફરજ પડશે .