Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા તાલુકાનાં વસ્તીખંડાલી ગામની ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં જુગારીઓ પર વાગરા પોલીસે રેડ કરી 3 જુગારીઓને ઝડપી લીધા હતા અને 4 જુગારીઓ ભાગી છૂટયા હતા.

Share

જીલ્લામાં દારૂ જુગારની બંધી ડામવા માટે પોલીસે કમર કસી છે. જેમાં ગઇકાલે મોડી સાંજના વાગરા પોલીસ મથકનાં પોલીસ અધિકારી અને સ્ટાફ પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન બાતમી મળી કે વસ્તીખંડાલી ગામની મસ્જીદની સામે ખુલ્લી જગ્યામાં કેટલાંક લોકો ટોળાં વળીને પત્તા-પાનાનો જુગાર રમી રહ્યા છે. પોલીસ પહોંચી તો 7 જુગારીઓ ભાગી ગયા જયારે 3 જુગારીઓ કે જેમાં યાકુબ ભટ્ટી, મહેબૂબ ભટ્ટી, મોહસીન ખીલજી નાઓ ઝડપાયા હતા. પોલીસે દાવ પર લાગેલા રૂ.13,440 તેમજ પાંચ બાઇક મળી કુલ રૂપિયા 1,43,940 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે પોલીસ જોઈને ઝુબેર ભટ્ટી, ઝુબેર અબ્દુલ ભટ્ટી, હારૂન ભટ્ટી, શાબીર ભટ્ટી નાઓ ભાગી છૂટયા હતા. જયારે પોલીસે તમામ સામે જુગાર ધારા તેમજ અન્ય કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર GIDC માં આવેલ અક્ષર ઇન્ડસ્ટ્રીઝનાં રૂમમાંથી જુગારધામ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

માટીના કોડિયાનો ગૃહઉદ્યોગ મૃત: પ્રાયના આરે : ચાઈનીઝ કોડિયા, લાઈટોના આગમનનાં કારણે દેશી કોડિયાના ધંધા પર માઠી અસર.

ProudOfGujarat

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના NSS વિભાગનો વાર્ષિક શિબિરનો શુભારંભ.

ProudOfGujarat
error: Content is protected !!