ભરૂચનાં વાગરા તાલુકાનાં દહેજ ખાતે માતાથી રિસાઈને આમોદ ખાતે પિતા પાસે જતા કિશોરને ટ્રકચાલકે બેસાડી લઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરીને અપહરણ કરી લઇ જતા કિશોરને મોકો મળતા ભાગી જઈ માતાને જાણ કરતાં પોલીસે ફરિયાદના આધારે ટ્રક ચાલકની તપાસ શરૂ કરી છે. વાગરાનાં દહેજ નજીક માતા સાથે રહેતા ૧૫ વર્ષીય કિશોર તેની માતા સાથે ઝઘડો થતા તે માતાથી રિસાઈને તેના પિતા કે જે આમોદ ખાતે રહે છે. તેને મળવા દહેજથી રવાના થતા એક ટ્રકચાલકે બેસાડી લઈને આમોદ ઉતારી દેવાનું કહેતા કિશોર ટ્રકમાં બેસી ગયો હતો. જોકે ટ્રક ચાલકે કિશોરને આમોદમાં નહિ ઉતારીને કરજણ ખાતે લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી નાખ્યું હતું. આ દરમિયાન કપુરાઈ ચોકડી ટ્રક ઉભી રહેતા ટ્રક ચાલકની નજર ચૂકવી કિશોર ભાગી છૂટ્યો હતો. તેને ત્યાં હાજર લોકોના મોબાઈલ ઉપર માતાને જાણ કરતા વડોદરા ખાતેના સંબંધીને જાણ કરી કિશોરને શોધી દહેજ પોલીસ ખાતે લાવીને ફરિયાદ કરાવતા પોલીસે કિશોરનું તબીબી પરીક્ષણ કરવીને નરાધમ ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી હતી.
વાગરાનાં દહેજથી માતાથી રિસાઈને આમોદ પિતાનાં ઘરે જતા કિશોર સાથે ટ્રક ચાલકે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરી છોડી દીધો હતો.
Advertisement