વાગરા તાલુકાના દહેજ ખાતે બે દિવસથી પરપ્રાંતીયો દ્વારા વતન જવા માટે ભારે હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો હતો. પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા જ્યારે આજરોજ પોલીસ વડા દ્વારા દહેજ ખાતે પહોંચી જઈને તમામ પરપ્રાંતિયોને સમજાવ્યા હતા અને તેમને 300 કીટ અનાજની આપી હતી સાથે સાથે છ હજાર લોકોનું જમવાની વ્યવસ્થા કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસે પરપ્રાંતીય લોકોની સમસ્યાઓ સાંભળીને એક પણ વ્યક્તિ ભૂખો ના રહે તે માટે ભોજન સહિતની વ્યવસ્થા કરી હતી અને અપીલ કરી હતી કે આગામી દિવસોમાં જે લોકો વતન જવા માંગતા હોય એમને વતન મોકલવામાં આવશે.
Advertisement