સાંપ્રત સમયમાં વૈશ્વિક મહામારી કોરોના સામે લડવા દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં કોરોના યોદ્ધા તરીકે ફરજ બજાવતા દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારો પળે પળની માહિતી જનતા સુધી પહોંચાડી રહ્યા છે. દરમિયાન પત્રકારો સાથે અસભ્ય વર્તન તેમજ આડકતરી રીતે ફસાવવાનાં બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદનાં પત્રકાર ધવલ પટેલ દ્વારા સરકાર વિરોધી સમાચાર પ્રસિદ્ધ કરવા મુદ્દે રાજદ્રોહનો કેસ થવા મામલે પત્રકાર એકતા સંગઠન સાથે સંકળાયેલા રાજ્યભરનાં પત્રકારોએ રોષ વ્યક્ત કર્યો છે. આજરોજ વાગરા મામલતદારને વાગરા તાલુકાનાં પત્રકારો દ્વારા આવેદનપત્ર પાઠવી પત્રકાર વિરુદ્ધ નોંધાયેલ રાજદ્રોહના ગુનામાં યોગ્ય કમિટી બનાવી સમિક્ષા કરી ન્યાય કરવા માંગ કરી હતી. જો સરકાર પત્રકારો સાથે અન્યાય કરશે તો આગામી સમયમાં રણનીતિ તૈયાર કરી વિરોધ પ્રદર્શનની ચીમકી આપી હતી.
Advertisement