વાગરાની વિલાયત જીઆઇડીસી માં આવેલ આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં કામ કરતાં કામદારોને કંપની તેમજ કામદારો પાસેથી પગાર નહીં મળતા કામદારોને માથે હાથ દેવાનો વાળો આવ્યો છે. કોરોના સંકટ કરતાં પણ મોટું સંકટ કામદારોના માથે આવી પડયું છે. લોકડાઉનમાં બચતનાં નાણાં ખર્ચાઈ ચૂક્યા છે તો કંપની તરફથી એપ્રિલ મહિનાનો પગાર ચૂકવાયો નથી જેથી મજૂરોમાં રોષ જોવા મળી રહયો છે. ત્રીજા ચરણનાં લોકડાઉનના અમલીકરણ દરમિયાન ઉદ્યોગોને શરતોને આધીન ખોલવાની મંજૂરી આપી હતી. સાથે જ વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં શ્રમિક તેમજ ગરીબ વર્ગનાં મજૂરોનું માનવતાની દ્રષ્ટિએ વેતન નહીં કાપવાની અપીલ કરી હતી. તેમ છતાં કંપની સત્તાધીશો તેમજ કોન્ટ્રાકટરોએ હજુ સુધી વેતન નહીં ચૂકવતા કામદારોને ભારે મુસીબતમાં મૂકાવાનો વારો આવ્યો છે. કામદારોને ખાવાના ફાંફા પડી રહ્યા છે. કંપની સત્તાધીશો દ્વારા પેમેન્ટની તત્કાળરૂપે ચુકવણી કરવામાં તેવી માંગ કરી રહ્યા છે.
વાગરા : આદિત્ય બિરલા ગ્રાસિમનાં પરપ્રાંતીય કામદારોને પગાર નહીં મળતા મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી.
Advertisement