દિનેશભાઇ અડવાણી
વાઘોડિયા તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા.જેના કારણે અનેક વિસ્તારની પ્રજાને તંત્રની ઉદાસીનતા ભરેલી કામગીરી ના પાયે પ્રજાને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.જેનું મુળ કારણ એ છે કે વાઘોડિયાના લગતા તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી ન હતી.જેથી અનેક વિસ્તારમાંથી પસાર થતી વરસાદી કાંસની સફાઈ કામગીરી કરવામાં આવી ન હતી.જેના કારણે આ વરસાદી કાસો બનાવવામાં આવી છે કે જેનો હેતુ એ છે કે વાઘોડિયા નગરમાં વરસાદી પાણીનો નિકાલ આ વરસાદી કાસો માંથી થાય અને વિસ્તારો માંથી પાણીનો નિકાલ તાત્કાલિક થાય તે માટે સરકારશ્રીની યોજનામાંથી આવી વરસાદી કાસો લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવે છે પરંતુ તેને સમયસર સાફ-સફાઈની કે મેન્ટેનન્સ જેવી કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી.ચોમાસાના વરસાદી કાસોમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી જેના કારણે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળે છે.હાલમાં વાઘોડિયા તાલુકામાં પાછલા બે દિવસમાં મેઘરાજા મન મૂકીને વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.વાઘોડિયાનું તંત્ર જાણે ઊંઘમાંથી જાગીને તાત્કાલિક ધોરણે વરસાદી કાંસની સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.લોકમુખે ચર્ચા થતા લોકોનું કહેવું છે કે ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળું મારવાનો મતલબ શું ?.જે કામગીરી તંત્ર એ વરસાદી મોસમ પહેલા જો આવી વરસાદી કાંસની સફાઈ કામગીરી કરી હોત તો વાઘોડિયાની પ્રજાને મુશ્કેલીઓનો સામનો કરવો ન પડત. ચોમાસા પહેલા જે કામગીરી કરવાની હોય તે વરસાદ વરસવાની રાહ જોયા બાદ વરસાદ વરસ્યા પછી કામગીરી કરી છે.