દિનેશભાઇ અડવાણી
આ કૃષિ મહોત્સવમા વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ,વાઘોડિયા મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી, કુણાલભાઈ દાણી તાલુકા અમલીકરણ વાઘોડિયા,કૃષિ વૈજ્ઞાનિકો,તાલુકાના ૧૦૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સરકારશ્રીના વિવિધ ખાતાઓની યોજનાઓની તથા તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કૃષિમાં ખેડૂતોને ખાસ કરીને જમીન અને પાણીની પરિસ્થિતિને અનુકૂળ પાક આયોજન સુધારેલ અને પ્રમાણિત બિયારણ સેન્દ્રીય ખાતર સંશોધન અને જમીન ચકાસણી ને આધારિત ભલામણ થયેલ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો.તેમજ કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.૧૫ થી ૨૦ જેટલા પ્રદર્શન સ્ટોલ મુકવામાં આવ્યા હતા.પશુપાલન વિભાગ દ્વારા કાર્યક્રમના દિવસે પશુઆરોગ્ય મેળા તથા વંધ્યત્વ નિવારણ કેમ્પનું આયોજન કર્યું હતું.
Advertisement