દિનેશભાઈ અડવાણી
વાઘોડિયા પોલીસને મળેલ બાતમીના આધારે વાઘોડિયા પોલીસ અધિકારી બી.એચ.રાઠોડ તેમના સ્ટાફ સહિત વાઘોડિયા તાલુકાના તવરા ગામ ની ફાટક પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.તે દરમિયાન માં એક સફેદ કલરની મહેન્દ્ર જીપ જેના આગળના કાચ ના ભાગે ઓન ડ્યુટી જીઇબી એમજીવીસીએલ લાલ અક્ષર લખાણ વાળુ બોડૅ વાળી આ ગાડીને રોકી આ ગાડીમાં ચેકિંગ હાથ ધરાતા આ મહેન્દ્ર જીપ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જેમાં નંગ-20 પેટી દારૂની બોટલો નંગ-240 જેની કિંમત રૂપિયા ૯૨૪૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો.જેથી આ બનાવમાં ૯૨૪૦૦ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ સફેદ મહિન્દ્રા જીપ જેની કિંમત 3 લાખ સહિત મોબાઇલ નંગ-૨ જેની કિંમત 1000 રૂપિયા તેમજ રોકડા 7000 સહિત કુલ મુદ્દામાલ રૂપિયા ૪૦૦૪૦૦ સહીત બે આરોપી અક્ષયકુમાર શંકરભાઇ રાઠવા ઉંમર વર્ષ 21 રહેવાસી ડુંગરગામ તાલુકો જીલ્લો છોટાઉદયપુર,સંજયકુમાર દિનેશભાઈ રાઠવા ઉંમર વર્ષ 23 રહે છોટાઉદયપુર નવાપુરા હાલ રહેવાસી વૈકુઠ ખોડીયાર નગર આદર્શ હોસ્ટેલ વાળી ગલી વાઘોડિયા રોડ વડોદરા ઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરેલ છે.